Petrol Diesel Price Today : આજે ક્રૂડ સસ્તું થયું… પણ શું પેટ્રોલ – ડીઝલના ભાવ ઘટયા? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે ક્રૂડ સસ્તું થયું... પણ શું પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટયા? જાણો અહેવાલ દ્વારા
Petrol Pump - File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:55 AM

ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) એ સપ્લાય વધારવાના સંકેત આપ્યા છે, આ સાથે જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની શક્યતાને પગલે ઈંધણના વપરાશમાં ઘટાડો થવાની પણ ધારણા છે. આ પરિબળો વચ્ચે  વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને બેરલ દીઠ  111 ડોલર આસપાસ પહોંચી ગઈ છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે  શનિવારે સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today)જાહેર કર્યા છે. કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. સરકારી રિફાઇનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્તું તેલ મેળવી રહી છે. આ જ કારણ છે કે ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">