પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સપાટીએ : મુંબઈ બાદ દિલ્હીમાં પણ પેટ્રોલ 100 રૂપિયાની નજીક પહોંચ્યું, જાણો ક્યા શહેરોમાં કેટલું મોંઘું થયું ઇંધણ

પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સપાટીએ : મુંબઈ બાદ દિલ્હીમાં પણ પેટ્રોલ 100 રૂપિયાની નજીક પહોંચ્યું, જાણો ક્યા શહેરોમાં કેટલું મોંઘું થયું ઇંધણ
File picture of petrol pump

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 96.49 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે. દેશના મહાનગરોમાં મુંબઈ અને ચેન્નાઇ બાદ હવે દિલ્હી અને કોલકાતામાં પણ ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર જઈ શકે છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 05, 2021 | 10:25 AM

વાહન ચાલકોએ હવે ઇંધણ પાછળ વધારાનું બજેટ ફાળવવું પડશે. દેશમાં ઇંધણના ભાવ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. સરકારી તેલ કંપનીઓએ આજે ​​ફરી પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. બીજી તરફ ડીઝલના ભાવ સ્થિર રખાયા છે. પેટ્રોલના ભાવમાં આજે 35 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 99.86 રૂપિયા પર પહોંચી ગઈ છે. દેશના મહાનગરોમાં મુંબઈ અને ચેન્નાઇ બાદ હવે દિલ્હી અને કોલકાતામાં પણ ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં ૭ દિવસમાં આજે ત્રીજી વખત ઇંધણની કિંમતમાં વધારો થયો છે.

દેશમાં 730 માંથી 332 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ દેશના 730 જિલ્લામાંથી 332 જિલ્લા એવા છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ વેચાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પણ બેરલ દીઠ 76 ડોલરને પાર કરી ગયું છે. બળતણની કિંમત આગામી સમયમાં વધુ વધવાની સંભાવના છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આ સમયમાં ઘટાડો ફક્ત 4 વાર દેખાયો છે.

આ વર્ષે કિંમતોમાં 15% નો વધારો થયો વર્ષ 2021 માં પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 15 ટકાનો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કિંમતોમાં સ્થિર રહી હતી. ચૂંટણીના પરિણામો બાદ સતત ભાવ વધી રહ્યા છે. એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 19.43 રૂપિયાનો વધારો થયો છે.

દરરોજ કિંમત બદલાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 99.86 89.36
Kolkata 99.84 92.27
Mumbai 105.95 96.91
Chennai 100.75 93.91
Ganganagar 110.43 101.95
Ahmedabad 96.49 96.03
Rajkot 96.59 96.14
Surat 96.68 96.23
Vadodara 96.55 96.09
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

આ પણ વાંચોઃ IPO IN JULY: આવી રહી છે કમાણીની અઢળક તક,જુલાઈમાં 11 કંપનીઓ IPO લાવવા તૈયારી કરી રહી છે

આ પણ વાંચોઃ કાર ખરીદવા વિચારી રહેલા લોકો માટે ચિંતાના સમાચાર, 1 ઓગસ્ટથી HONDA ની કાર મોંઘી થશે , જાણો કેમ ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati