Petrol Diesel Price Today : દોઢ મહિનામાં 30 વાર પેટ્રોલ – ડીઝલના ભાવ વધ્યા, જાણો આજે તમારા ખિસ્સાને કેટલું હળવું કરશે ઇંધણ

ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલના ભાવ (Petrol Diesel Price Today in Gujarat)ઉપર નજર કરીએતો પાટનગર ગાંધીનગરમાં ડીઝલ ૯૫.૬૬ રૂપિયા અને પેટ્રોલ ૯૫.૧૮ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે.

Petrol Diesel Price Today : દોઢ મહિનામાં 30 વાર પેટ્રોલ - ડીઝલના ભાવ વધ્યા, જાણો આજે તમારા ખિસ્સાને કેટલું હળવું કરશે ઇંધણ
File picture of petrol pump
Follow Us:
| Updated on: Jun 26, 2021 | 1:33 PM

ઇંધણના ભાવ ચિંતાજનક સ્તરે પહોંચી રહયા છે. એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ – ડીઝલના ભાવ(Petrol Diesel Price Today )માં વધારો ઝીકવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ દ્વારા જારી માહિતી અનુસાર પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૩૧ થી 35 પૈસા અને ડીઝલની કિંમત 34 થી 37 પૈસા સુધી વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ (Petrol Diesel Price Today in Gujarat)ઉપર નજર કરીએતો પાટનગર ગાંધીનગરમાં ડીઝલ ૯૫.૬૬ રૂપિયા અને પેટ્રોલ ૯૫.૧૮ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે.

4 મે ૨૬ જૂન સુધીમાં 30 વાર ભાવ વધારો કરાયો ૪ મેં થી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7.71 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 7.92 નો વધારો થયો છે. ઘરેલું તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસના સરેરાશ ભાવ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિને આધારે બળતણની કિંમત નક્કી કરે છે.

૪.૫ રૂપિયા ટેક્સ ઘટાડી શકે છે સરકાર વધતા ભાવો વચ્ચે હવે ભારતીય રેટિંગ એજન્સી આઈકરાએ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર પણ લિટર દીઠ રૂ 4 સુધીનો બળતણ પરનો ટેક્સ ઘટાડે તો પણ આવકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં. નાણાકીય વર્ષ 2021 માં પેટ્રોલની માંગમાં વાર્ષિક ધોરણે 10.6 ટકાનો ઘટાડો થયો છે પરંતુ ઇંધણ પર ટેક્સ દ્વારા કેન્દ્ર સરકારની વાર્ષિક આવક 55 ટકા વધીને 3.5 લાખ કરોડ રૂપિયા થઈ છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 98.11 88.65
Kolkata 97.97 91.5
Mumbai 104.22 96.16
Chennai 99.19 93.23
Ganganagar 109.07 101.64
Ahmedabad 94.98 95.46
Rajkot 94.76 95.26
Surat 95.02 95.12
Vadodara 94.64 95.12
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">