Petrol Diesel Price Today : આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલ 96.42 રૂપિયામાં વેચાશે,જાણો રાજ્યના અન્ય શહેરોની ઇંધણની કિંમત

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલ 96.42 રૂપિયામાં વેચાશે,જાણો રાજ્યના અન્ય શહેરોની ઇંધણની કિંમત
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 7:09 AM

છેલ્લા 24 કલાક દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી કાચા તેલનીકિંમતોમાં નરમાશ જોવા મળી રહી છે. સરકારી તેલ કંપનીઓએ બુધવારે સવારે પેટ્રોલ અને ડીઝલના છૂટક દર જાહેર કર્યા છે. યુપી, બિહાર અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં સ્થાનિક કક્ષાએ સામાન્ય ફેરફાર થયો છે. જોકે, સરકારી ઓઈલ કંપનીઓએ દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરો અને ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો. બ્રેન્ટ ક્રૂડની કિંમત થોડી ઘટીને પ્રતિ બેરલ 83.03 ડોલરની કિંમત સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે WTI ની કિંમત સહેજ વધીને 78.81 ડોલર પ્રતિ બેરલ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 21 મેના રોજ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ બાદ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. દેશમાં 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું હતું. કેન્દ્રની જાહેરાત બાદ ઘણી રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. આ પહેલા ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 વખત વધારો કરવામાં આવ્યો હતો.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">