Petrol Diesel Price : સતત 11 માં માં દિવસે ભાવમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ

સરકારી તેલ કંપનીઓએ સતત 11 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price)માં વધારો કર્યો નથી. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં તેલના ભાવ સ્થિર છે.

Petrol Diesel Price : સતત 11 માં માં દિવસે ભાવમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 8:13 AM

સરકારી તેલ કંપનીઓએ સતત 11 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price)માં વધારો કર્યો નથી. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં તેલના ભાવ સ્થિર છે. ગયા અઠવાડિયે ગુરુવારે પેટ્રોલ 16 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો થયો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90.40 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.73 રૂપિયા છે.

દેશમાં કોરોનાના કહેરના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત નરમાશ આવી રહી છે આ કારણે પેટ્રોલની કિંમતોમાં પણ વધારો થતો નથી. શુક્રવારે WTI ક્રૂડ 1.16 ટકાના વધારા સાથે 62.14 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.09 ટકાના વધારા સાથે 66 ડોલરની સપાટીને પાર કરી ગયા છે. આ સિવાય આજે સોમવારે કારોબારની શરૂઆતમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દરરોજ કિંમતો બદલાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">