Petrol Diesel Price : ભડકે બળતા ભાવ સામાન્ય લોકોની ચિંતા વધારી રહ્યા છે, જાણો તમારા શહેરમાં કંઈ કિંમતે વેચાઈ રહ્યું છે ઇંધણ

દેશમાં પેટ્રોલ - ડીઝલની કિંમતો(Petrol Diesel Price) આસમાન તરફ જી રહી છે. હાલ બંને મુખ ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.

Petrol Diesel Price : ભડકે બળતા ભાવ સામાન્ય લોકોની ચિંતા વધારી રહ્યા છે, જાણો તમારા શહેરમાં કંઈ કિંમતે  વેચાઈ રહ્યું છે ઇંધણ
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
| Updated on: May 27, 2021 | 8:35 AM

દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતો(Petrol Diesel Price) આસમાન તરફ જઈ રહી છે. હાલ બંને મુખ ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. દેશના ઘણાં શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર વેચાઈ રહ્યું છે. ફક્ત મે મહિનાની વાત કરવાં આવે તો ઇંધણની કિંમતમાં હપ્તામાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ ભડકે બળતા ભાવ સામાન્ય લોકોની ચિંતા વધારી રહ્યા છે. પેટ્રોલ લિટર દીઠ 3.33 રૂપિયા અને ડીઝલ 3.85 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

આજે પેટ્રોલ 34 અને ડીઝલ 39 પૈસા મોંઘુ થયું સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 1 લિટર પેટ્રોલની કિંમત 93.68 રૂપિયા અને ડીઝલની કિંમત 84.61 રૂપિયા છે.રાજસ્થાનના શ્રીગંગા નગરમાં પેટ્રોલ હાલમાં 104.67 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.

દરરોજ સવારે 6 વાગ્યે કિંમતો બદલાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

City Petrol Diesel
Delhi 93.68 84.61
Kolkata 93.72 87.46
Mumbai 99.94 91.87
Chennai 95.28 89.39
Ganganagar 104.58 97.41
Ahmedabad 90.72 91.12
Rajkot 90.47 90.9
Surat 90.67 91.1
Vadodara 90.43 90.84
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">