PETROL – DIESEL ટૂંક સમયમાં આખા દેશમાં સસ્તું થઈ શકે છે, જાણો સરકાર શું પગલાં ભરશે

રિઝર્વ બેંકના ગવર્નર શકિતિકંતા દાસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો(petrol diesel price)માં ઘટાડો કરવા માટે ઇન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો સૂચવ્યો છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા ટેક્સ છે જ્યારે ડીઝલ પર 54 ટકા ટેક્સ છે.

PETROL - DIESEL ટૂંક સમયમાં આખા દેશમાં સસ્તું થઈ શકે છે, જાણો સરકાર શું પગલાં ભરશે
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 23, 2021 | 7:37 AM

રિઝર્વ બેંકના ગવર્નર શકિતિકંતા દાસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો(petrol diesel price)માં ઘટાડો કરવા માટે ઇન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો સૂચવ્યો છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા ટેક્સ છે જ્યારે ડીઝલ પર 54 ટકા ટેક્સ છે. પેટ્રોલના ભાવનો મોટો ભાગ કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય દ્વારા વસૂલવામાં આવતા વેટ છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયા સુધી વેચાઇ રહ્યું છે.

MPC minutesના કાર્યક્રમમાં સંબોધન દરમ્યન શક્તિકંતા દાસે કહ્યું કે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (ખાદ્ય અને બળતણ સિવાય) 5.5 ટકા રહ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીની અસર ભાવ વધારાને કારણે થઈ રહી છે. પરિવહન ખર્ચ વધ્યો છે જેના કારણે તેની અસર દરેક ક્ષેત્રે પહોંચી રહી છે.

સરકારને પૈસાની જરૂર છે તેથી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે : પેટ્રોલિયમ પ્રધાન રવિવારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વધતા ભાવો પર કહ્યું હતું કે તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે આને કારણે તેલ આયાત કરનારા દેશો વધુ ચૂકવણી કરી રહ્યા છે. સરકારને ખર્ચ કરવા માટે પૈસાની જરૂર હોય છે અને તેથી તે ટેક્સ વસૂલે છે. કેન્દ્ર અને રાજ્ય બંને પેટ્રોલ ડીઝલ પર ટેક્સ વસૂલ કરે છે. રાજ્ય સરકાર આ સમયે ખર્ચમાં પણ વધારો કરી રહી છે જેના કારણે તેને વધુ ટેક્સની પણ જરૂર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સ્થિતિને સરકાર ધર્મસંકટ ગણાવેછે શનિવારે નિર્મલા સીતારામણે ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું પોતે પેટ્રોલ અને ડીઝલના દરને લઇને ધાર્મિક સંકટમાં છું. સીતારામને કહ્યું કે આ મામલો કેન્દ્ર અને રાજ્ય બંને સાથે સંબંધિત છે, તેથી બંને સરકારે મળીને વિચાર કરવો જોઇએ અને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ.  તેલ ઉત્પાદક દેશોએ કહ્યું છે કે ઉત્પાદનમાં હજી વધુ ઘટાડો થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">