ઓનલાઈન ગેમ રમવી બનશે મોંઘી, સરકાર 28 ટકા GST લગાવી શકે છે

જો તમે પણ ઓનલાઈન ગેમિંગના શોખીન છો તો તમારું બજેટ સેટ કરો. આગામી દિવસોમાં ઓનલાઈન ગેમિંગ મોંઘુ થવાની સંભાવના છે, કારણ કે સરકાર તેના પર જીએસટી દર વધારીને 28 ટકા કરી શકે છે.

ઓનલાઈન ગેમ રમવી બનશે મોંઘી, સરકાર 28 ટકા GST લગાવી શકે છે
GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 5:24 PM

જો તમે પણ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર રમી, લુડો, કેરમ કે ક્રિકેટ જેવી ગેમ રમવાના શોખીન છો, તો ટૂંક સમયમાં જ તમારા ખિસ્સાનો બોજ વધવાનો છે. કારણ એ છે કે તમામ રાજ્યના નાણા પ્રધાનોની સમિતિ (GoM) સમાન પ્રકારના GST એટલે કે ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST (ઓનલાઈન ગેમિંગ પર GST ટેક્સ)ની ભલામણ કરી શકે છે. હાલમાં ઓનલાઈન ગેમિંગ પર 18 ટકા જીએસટી લાગે છે.

એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે રાજ્યના નાણા મંત્રીઓની સમિતિ ઓનલાઈન ગેમિંગ પર એકસમાન 28 ટકા જીએસટીની ભલામણ કરી શકે છે. સમિતિની આ ભલામણો તમામ પ્રકારની ઓનલાઈન ગેમ્સ માટે હશે. એટલે કે ‘ગેમ ઓફ સ્કીલ’ કે ‘ગેમ ઓફ ચાન્સ’ વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. જો કે, એવી શક્યતા છે કે ઓનલાઈન ગેમિંગ પર કેટલી રકમ પર GST વસૂલવામાં આવશે તેની ગણતરી કરવા માટે મંત્રી જૂથ તેની ભલામણોમાં થોડી રાહત આપે. હાલમાં ઓનલાઈન ગેમિંગ પર ઓનલાઈન ગેમિંગ પોર્ટલની કુલ ગેમિંગ આવક પર કર લાદવામાં આવે છે. આ આવક એ છે જે ગેમિંગ પોર્ટલ વપરાશકર્તા પાસેથી ફી તરીકે લે છે.

રિપોર્ટ તૈયાર છે, ટૂંક સમયમાં નિર્ણય

સૂત્રોએ માહિતી આપી છે કે મંત્રીઓના જૂથે આ અંગે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. આ રિપોર્ટ પર અંતિમ નિર્ણય GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે. GST કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણામંત્રી અથવા તેમના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. જેનું નેતૃત્વ દેશના નાણામંત્રી કરે છે. GST કાઉન્સિલે પોતે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં ઓનલાઈન ગેમિંગ પરના ટેક્સના દર પર વિચારણા કરવા માટે મંત્રીઓના જૂથની રચના કરી હતી. જીઓએમએ અગાઉ જૂનમાં જ કાઉન્સિલને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારબાદ GST કાઉન્સિલે મંત્રીઓના જૂથને તેના અહેવાલ પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. આ પછી, GOM એ એટર્ની જનરલ તેમજ ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રના હિતધારકો પાસેથી સૂચનો લીધા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સરકારને જબરદસ્ત કમાણી થશે

દેશમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટની પહોંચમાં ઝડપથી વધારો થયા બાદ હવે ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ પણ વધ્યો છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ગેમિંગ સેક્ટર ઝડપથી વધી રહ્યું છે અને કોવિડ દરમિયાન આ ગેમ્સના યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. KPMGના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ઓનલાઈન ગેમિંગ સેક્ટર 2024-25માં રૂ. 29,000 કરોડનું થશે, જે 2021માં માત્ર રૂ. 13,600 કરોડ હતું. એટલે કે તેનું માર્કેટ સાઈઝ લગભગ બમણું થઈ જશે અને ટેક્સ રેટ વધાર્યા બાદ સરકારની કમાણીમાં પણ જબરદસ્ત વધારો થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">