પાનકાર્ડ-આધારકાર્ડની લિંક કરવાની આ છે અંતિમ તારીખ, જાણો કેવી રીતે કરવું લિંક?

પાનકાર્ડ આધારકાર્ડની લિંકને કરવાની વાત તો પહેલાથી ચાલી રહી છે. ઘણાં લોકોએ આ કામ પુરુ કરી દીધું છે તો અમુક લોકોને હજુ બાકી છે. પાનકાર્ડ-આધારકાર્ડની સાથે લિંક કરવાની અંતિમ તારીખ ઈનકમટેક્ષ વિભાગે જાહેર કરી દીધી છે. પહેલાં આ તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી અને બાદમાં લોકોને વધારે સમય મળે તે માટે આ તારીખને પણ […]

પાનકાર્ડ-આધારકાર્ડની લિંક કરવાની આ છે અંતિમ તારીખ, જાણો કેવી રીતે કરવું લિંક?
| Updated on: Dec 15, 2019 | 3:41 PM

પાનકાર્ડ આધારકાર્ડની લિંકને કરવાની વાત તો પહેલાથી ચાલી રહી છે. ઘણાં લોકોએ આ કામ પુરુ કરી દીધું છે તો અમુક લોકોને હજુ બાકી છે. પાનકાર્ડ-આધારકાર્ડની સાથે લિંક કરવાની અંતિમ તારીખ ઈનકમટેક્ષ વિભાગે જાહેર કરી દીધી છે. પહેલાં આ તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી અને બાદમાં લોકોને વધારે સમય મળે તે માટે આ તારીખને પણ આગળ વધારવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   18મી ડિસેમ્બરે કાઉન્સીલની બેઠકમાં કેટલીક વસ્તુઓ પર GSTના દરમાંં વધારો કરી શકે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

31 ડિસેમ્બર, 2019 અંતિમ તારીખ ઈનકમ ટેક્ષ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ તારીખ સુધીમાં પાનકાર્ડની સાથે આધારકાર્ડ જોડવું અનિવાર્ય છે. ઈનકમટેક્ષ વિભાગને આ બાબતે કોર્ટમાં પણ રાહત મળી હતી. સરકારની આધાર યોજનાને સંવિધાનિક રીતે યોગ્ય ગણાવી હતી અને તેના લીધે પાનકાર્ડ સાથે આધારકાર્ડ જોડવાનું ફરિજયાત કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં સ્થાયી ખાતા નંબર એટલે કે પાનકાર્ડ દ્વારા તમામ નાણાકીય લેવડ-દેવડની વિગતો એકસાથે રાખી શકાય છે. બેંક ખાતા સાથે આધારકાર્ડ તો લિંક કરી દેવાયું છે. પાનકાર્ડ મોટી લેવડદેવડ સમયે પણ ઉપયોગી છે.  આમ 31 ડિસેમ્બર સુધીમાં તમારા પાનકાર્ડની સાથે આધારકાર્ડ જોડવું ફરજિયાત છે.  પાનકાર્ડની સાથે ઓનલાઈન આધારકાર્ડ લિંક કરવા માટે  અહીં ક્લિક કરો. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]