Pakistan Crisis : પાકિસ્તાને ભારતમાંથી કાચામાલની આયાત બંધ કરતા Textile ઉદ્યોગને મોટું નુકસાન

Pakistan Crisis : પાકિસ્તાનના કાપડ ઉદ્યોગ મંત્રાલયે ભારતમાંથી Textile ઉદ્યોગના કાચામાલની આયાત પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.

Pakistan Crisis : પાકિસ્તાને ભારતમાંથી કાચામાલની આયાત બંધ કરતા Textile ઉદ્યોગને મોટું નુકસાન
Pakistan PM Imran Khan

Pakistan Crisis : પાકિસ્તાને ભારતમાંથી Textile ઉદ્યોગના કાચામાલની આયાત બંધ કરતા પાકિસ્તાનની હાલત કફોડી બની છે. ચારેબાજુથી આર્થિક સંકટથી ઘેરાવાને કારણે વડાપ્રધાન ઇમરાન પર આ આયાત ફરી શરૂ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના કાપડ ઉદ્યોગ મંત્રાલયે ભારતમાંથી Textile ઉદ્યોગના કાચામાલની આયાત પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.

આયાત પરનો પ્રતિબંધ હટાવવાની માંગ  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતા વાળા કાપડમંત્રાલયે દેશના Textile ઉદ્યોગમાં કાચા માલની અછતને પહોંચી વળવા ભારતમાંથી કપાસની આયાત પરનો પ્રતિબંધ હટાવવાની ભલામણ કરી છે. મંગળવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. એક ન્યુઝ એજેન્સીએ સરકારી સુત્રોના હવાલાથી જણાવ્યું છે કે કાપડ ઉદ્યોગ મંત્રાલયે ભારતમાંથી કપાસ અને સુતરાઉ યાર્નની આયાત પરનો પ્રતિબંધ હટાવવા માટે કેબિનેટની આર્થિક સંકલન સમિતિની મંજૂરી માંગી છે.

પાકિસ્તાનમાં ઘટ્યું કોટન કાપડનું ઉત્પાદન ભારતમાંથી કપાસની આયાત બંધ થતા પાકિસ્તાનમાં કોટન કાપડનું ઉત્પાદન ઘટ્યું છે. કપાસ અને યાર્નની તંગીના કારણે પાકિસ્તાનના કાપડ ઉદ્યોગકારોને અમેરિકા, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાનથી કપાસની આયાત કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાનના Textile ઉદ્યોગમાં આ વર્ષે કપાસની 12 કરોડ ગાંસડીની જરૂર છે.પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે પાકિસ્તાન ફક્ત 7.7 મિલિયન ગાંસડીનું ઉત્પાદન કરી શકશે. બાકીની 5.5 મિલિયન ગાંસડી આયાત કરવી પડશે.

370ના વિરોધમાં નિર્ણય લઇ ફસાયા ઇમરાન પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે જ Textile ઉદ્યોગમાં કાચામાલની આયાત પરનો પ્રતિબંધ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે નિર્ણય કેબિનેટે લેવાનો રહેશે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારતમાંથી Textile ઉદ્યોગમાં કાચા માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ પ્રચાર કરીને મુસ્લિમ દેશોને એકત્રીત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પાકિસ્તાનના વડાપ્રધાનના આ અયોગ્ય નિર્ણયને લીધે નફાને બદલે નુકસાન થયા બાદ હવે સરકાર આ નિર્ણયને પાછો લેવા માંગે છે. પાકિસ્તાનમાં સુતરાઉ ઉદ્યોગની હાલત કથળી છે અને કાચા માલની તીવ્ર અછતને કારણે ઘણી ટેક્સટાઇલ મિલો બંધ થવાના આરે છે.પાકિસ્તાનના કાપડ ઉદ્યોગ મંત્રાલયના અહેવાલ મુજબ પાકિસ્તાની નિકાસમાં Textile ઉદ્યોગનો હિસ્સો 60 ટકા છે. કુલ ઉત્પાદનમાં તેનું યોગદાન લગભગ 46 ટકા છે અને દેશના અર્થતંત્રમાં તેનું યોગદાન લગભગ 10 ટકા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati