પદ્મ ભૂષણ બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રીનું નિધન, શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ 50 દેશમાં ફેલાયેલો છે

Business News : શાપૂરજી પલોનજી ગ્રુપ (Shapoorji Pallonji Group) ના ચેરમેન પલોનજી મિસ્ત્રી (Pallonji Mistry) એ 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રીને એક સમયે ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

પદ્મ ભૂષણ બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રીનું નિધન, શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ 50 દેશમાં ફેલાયેલો છે
Pallonji Mistry (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 12:04 PM

શાપૂરજી પલોનજી (Shapoorji Pallonji) ગ્રુપના ચેરમેન પલોનજી મિસ્ત્રી (Pallonji Mistry) એ 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. તમને જણાવી દઇએ કે શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસીસમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. મહત્વનું છે કે આ કંપનીનો બિઝનેસ વિશ્વના 50 દેશોમાં ફેલાયેલો છે. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry) ને એક સમયે ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જોકે આ વિવાદ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

શાપૂરજી પલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ જૂથ છેલ્લા 150 વર્ષથી અસ્તિત્વમાં છે. પલોનજી મિસ્ત્રીને વર્ષ 2016 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.

આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ

પલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929 માં થયો હતો. તે સૌથી ધનિક આઇરિશ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પ્રમાણે તેમની કુલ સંપત્તિ $28.9 બિલિયન છે અને તેઓ વિશ્વના 41મા સૌથી ધનિક વ્યક્તિ છે. તો તે આયર્લેન્ડનો સૌથી ધનિક વ્યક્તિ ગણવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટાટા સન્સમાં 18.38 ટકાની ભાગીદારી

શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં મોટો હિસ્સો ધરાવે છે. એસપી ગ્રુપ ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે. તેમના સાયરસ મિસ્ત્રીને પણ ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં જઈને મામલો થાળે પડ્યો હતો. જે બાદ તેઓ પોતાનો હિસ્સો વેચવા માંગતા હતા. આ કેસમાં પણ બે કોર્પોરેટ હાઉસ સામ સામે છે.

જૂથ પર દેવાનો બોજ

એસપી ગ્રુપ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. કંપની પર દેવાનો મોટો બોજ છે. આવી સ્થિતિમાં જૂથ કેટલાક નોન-કોર બિઝનેસ વેચીને ભંડોળ એકત્ર કરવા માંગે છે. ટાટા સન્સમાં હિસ્સો વેચવો એ આ અંતર્ગત લેવાયેલું પગલું છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">