AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વની Top -100 કંપનીઓની યાદીમાં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું, જાણો અંબાણીને પાછળ ધકેલી સ્થાન પામનાર દેશની દિગ્ગ્જ કંપની વિશે

TIME World's Best Companies 2023:વિશ્વની પ્રખ્યાત મેગેઝિન 'TIME' એ વર્ષ 2023 માટે વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-100 (world's best 100 companies)માં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે. આ કંપનીનું નામ ઈન્ફોસિસ(INFOSYS) છે. આ યાદીમાં સ્થાન મેળવનારી IT COMPANY ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે.

વિશ્વની Top -100 કંપનીઓની યાદીમાં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું, જાણો અંબાણીને પાછળ ધકેલી સ્થાન પામનાર દેશની દિગ્ગ્જ કંપની વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 11:17 AM
Share

TIME World’s Best Companies 2023:વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ‘TIME’ એ વર્ષ 2023 માટે વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-100 (world’s best 100 companies)માં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે. આ કંપનીનું નામ ઈન્ફોસિસ(INFOSYS) છે. આ યાદીમાં સ્થાન મેળવનારી IT COMPANY ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે.

કુલ 750 વૈશ્વિક કંપનીઓની યાદીમાં ઈન્ફોસિસ 64મા ક્રમે છે. વર્ષ 2020ના ડેટા અનુસાર, ઈન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની બની ગઈ છે. વિશ્વભરમાં તેના 3 લાખથી વધુ કર્મચારીઓ છે.ટાઈમ મેગેઝિન અનુસાર, વિશ્વની ટોચની ચાર કંપનીઓના નામ માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ અને ફેસબુકની માલિકીની કંપની મેટા છે.

આ પણ વાંચો : Share Market : શેરબજારની વિક્રમી સપાટી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને 1 સપ્તાહમાં 90% સુધી રિટર્ન આપ્યું, તપાસીલો યાદી

આ ભારતીય કંપનીઓએ Top  750ની યાદીમાં સ્થાન મેળવ્યું

ઈન્ફોસિસ ઉપરાંત 7 વધુ ભારતીય કંપનીઓને ટોચની 750 કંપનીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. વેટરન આઈટી કંપની વિપ્રોએ આ યાદીમાં 174મું સ્થાન મેળવ્યું છે. જ્યારે આનંદ મહિન્દ્રાનું મહિન્દ્રા ગ્રુપ 210માં સ્થાને છે. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ સામેલ છે અને ટાઈમ મેગેઝીન દ્વારા કંપનીને 248મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં HCL Technologiesને 262મું સ્થાન, HDFC બેન્કને 418મું સ્થાન, WNS ગ્લોબલ સર્વિસિસને 596મું સ્થાન અને ITCને આ યાદીમાં 672મું સ્થાન મળ્યું છે.

 આ પણ વાંચો : Signature Global IPO: આગામી સપ્તાહે સિગ્નેચર ગ્લોબલનો IPO લાવશે, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની વિગતવાર માહિતી

યાદી કયા આધારે બનાવવામાં આવે છે?

ટાઈમ મેગેઝિન કર્મચારીઓના સંતોષ અને તેમના પ્રતિસાદના આધારે વિશ્વની ટોચની કંપનીઓની યાદી તૈયાર કરે છે. આ યાદી તૈયાર કરવા માટે કંપનીઓના ત્રણ વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે, આ યાદીમાં ફક્ત તે કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની કમાણી ઓછામાં ઓછી $100 મિલિયન રહી છે અને જેણે 2020 અને 2022 વચ્ચે હકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી છે.

જાણો ઇન્ફોસિસ વિશે ?

ઇન્ફોસીસ લિમિટેડ એ ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી કંપની છે જે બિઝનેસ કન્સલ્ટિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સેવાઓ પૂરી પાડે છે. ઈન્ફોસિસની સ્થાપના 1981માં થઈ હતી.

ઇન્ફોસિસનો ઉદ્દેશ્ય માનવ ક્ષમતાને આગળ વધારવાનો અને લોકો, વ્યવસાયો અને સમુદાયો માટે આગામી તકોનું સર્જન કરવાનો છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ઇન્ફોસિસ નેક્સ્ટ જનરેશન ડિજિટલ સેવાઓ અને કન્સલ્ટિંગમાં વૈશ્વિક અગ્રણી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">