બદલાતા સમયની સાથે લોકોની શોપિંગ કરવાની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. આજકાલ લોકો બજારમાં જવાને બદલે ઘરે બેસીને ઈ-કોમર્સ કંપનીઓ (E-Commerce Companies)દ્વારા ખરીદી કરવાનું પસંદ કરે છે. તહેવારોની સિઝન(Festive Season)માં કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વિવિધ મોટી ઑફરો લઈને આવતી રહે છે જેમાં ગ્રાહકોને મોટા ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. જો કે ઓનલાઈન શોપિંગ ઓફર્સ(Online Shopping Offers)ના ઘણા ફાયદા છે પરંતુ તેની સાથે કેટલાક લોકો આના કારણે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે ઈ-કોમર્સ કંપનીઓએ ગ્રાહકોના ઓર્ડર કરતા કંઈક અલગ જ મળ્યું છે.
હવે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે (Flipkart Online Shopping) સામાનની ડિલિવરી કરવામાં ભૂલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર પ્રદેશના કૌશામ્બીની એક રહેવાસીએ ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ(Flipkart’s Big Billion Days) સેલ દરમિયાન ઘંટડીનો ઓર્ડર આપ્યો હતો પરંતુ જ્યારે તેને ડિલિવરી મળી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કંપનીએ મહિલાને ઘંટડીના બદલે ગાયનું ગોબર (Cow dung)મોકલી આપ્યું હતું. કૌશામ્બીના રહેવાસી નીલમ યાદવે 28 સપ્ટેમ્બર 2022ના રોજ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન 1,304 રૂપિયાની ઘંટડીનો ઓર્ડર આપ્યો હતો.
આ બેલ 7 ઓક્ટોબર 2022 ના રોજ મહિલાને પહોંચાડવામાં આવી હતી. જ્યારે તેણે બોક્સ ખોલ્યું ત્યારે તેણે ઘંટડીને બદલે ગાયના ગોબરને જોયું હતું. આ પછી નીલમે ડિલિવરી બોયને ફોન કરીને તેની ફરિયાદ નોંધાવી હતી. આ પછી, ડિલિવરી બોયએ તેને કંપનીના એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે લીધો અને તે પછી કંપનીએ ગ્રાહકને તમમ પૈસા પાછા આપ્યા અને ગાયના ગોબરને પરત લીધું હતું.
તમને જણાવી દઈએ કે આ પહેલો મામલો નથી જ્યારે ફ્લિપકાર્ટે ખોટો સામાન પહોંચાડ્યો છે. અગાઉ એક વ્યક્તિએ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પરથી iPhone 13નો ઓર્ડર આપ્યો હતો પરંતુ જ્યારે તેને ડિલિવરી મળી ત્યારે તેની ખુશીનો પાર રહ્યો ન હતો. કંપનીએ iPhone 13ને બદલે કંપનીએ તેને iPhone 14 પર મોકલ્યો હતો. બીજી તરફ છત્તીસગઢના કોરબા જિલ્લાના એક વ્યક્તિએ પોતાના માટે લેપટોપ મંગાવ્યું પરંતુ તેને ડિલિવરીમાં લેપટોપને બદલે પુસ્તકો મળી હતી.