લોકડાઉન બાદ વાહનોના ઓનલાઈન સેલમાં ધરખમ વધારો, 300 ટકા વધુ લે-વેચ

કોરોનાના કારણે નાના મોટા દરેક બિઝનેસમાં માર પડ્યો છે. ત્યારે ઓનલાઈન માર્કેટે વધુ જોરમાં જોવા મળી રહ્યું છે. અહેવાલ અનુસાર જૂની કારની લે વેચમાં પણ ઓનલાઈન માર્કેટ રીયલ માર્કેટને ટક્કર આપી રહ્યું છે.

  • tv9 webdesk37
  • Published On - 16:50 PM, 22 Feb 2021
Online sales of vehicles increase after lockdown, 300 per cent more sales
ઓનલાઈન લે-વેચ

કોરોના વાયરસ (કોવિડ -19) મહામારીના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જે બાદ વાહનના ઓનલાઈન વેચાણમાં વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ઓનલાઇન વાહનના વેચાણમાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઓનનલાઇન ઓટોમોબાઈલ માર્કેટ ડ્રમએ પોતાના વાર્ષિક ઓટોમોબાઈલ ઉદ્યોગ અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે જુના વાહનોની ઓનલાઈન ખરીદ-વેચાણમાં નવા વાહનો કરતાં વધુ આંકડા જોવા મળ્યા છે. નવા વાહન કરતા જુના વાહનોની ઓનલાઈન લે વેચ વધુ જોવા મળી છે. અહેવાલમાં નોંધ્યું છે કે કોવિડ -19 બાદ આ સંખ્યામાં 300 ટકાનો વધારો થયો છે. જે ગ્રાહકોમાં ઓનલાઇન પ્રવૃત્તિમાં વધતા રસને દર્શાવે છે.

સફેદ અને સિલ્વર રંગના વાહનો માટે લોકોમાં જનુન હજુ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ બંને રંગોની જૂની કારના વેચાણમાં કુલ વેચાણના 50 ટકાથી વધુ આંકડા જોવા મળ્યા છે. ભારતના લોકોમાં ડીઝલ કારની પસંદગી સતત વધતી રહે છે, જે 2015 માં વેચાયેલી કુલ જૂની કારના પ્રમાણમાં 35 ટકાથી વધીને 2020 સુધીમાં 65 ટકા થઈ ગઈ છે. ડ્રમના સ્થાપક અને સીઈઓ સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે ડ્રમ ખાતે, અમે ઓટોમોબાઈલ્સ ખરીદવા અને વેચવા માટે 21 મી સદીનું ડિજિટલ પ્લેટફોર્મ અને ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ.

જાહેર છે કે કોરોનાના કારણે નાના મોટા દરેક બિઝનેસમાં માર પડ્યો છે. ત્યારે ઓનલાઈન માર્કેટે વધુ જોર પકડ્યુ છે. માલ સામાનની ખરીદીમાં તો આ આંકડા વધી જ રહ્યા હતા. હવે જૂની કારની લે વેચમાં પણ ઓનલાઈન માર્કેટ રીયલ માર્કેટને ટક્કર આપી રહ્યું છે.