Commodity Today :ગરીબોની કસ્તુરી થશે મોંઘી, ડુંગળીના વધતા ભાવ બગાડશે સામાન્ય માણસનું બજેટ
આ તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોરચે સામાન્ય લોકો માટે એક મોટા સમાચાર છે. દશેરા અને દિવાળી પહેલા જ ડુંગળીના ભાવ વધી ગયા છે. તેના ભાવમાં પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો થયો છે. આનાથી સામાન્ય લોકોનું બજેટ બગાડ્યું છે.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત હજુ વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે.

તહેવારોની શરૂઆત સાથે જ મોંઘવારી ફરી એકવાર જોર પકડ્યું છે, વધતી મોંઘવારીને કારણે આમ મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. 30થી 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી હવે 45 રૂપિયાને પાર કરી ગઈ છે. આંધ્ર પ્રદેશમાં એક કિલો ડુંગળીનો ભાવ વધીને 50 રૂપિયા થઈ ગયો છે. એટલે કે તેની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો વધી ગઈ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત હજુ વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે ગુજરાતીની વાત કરીએ તો 30, 35 અને 40 રૂપિયા સુધી ડુંગળીના ભાવ પહોંચી ગયા છે. સાથે જ જાણકારોનું કહેવું છે કે આ વખતે ચોમાસાના આગમનમાં વિલંબ થયો હતો. આવી સ્થિતિમાં તેની અસર ડુંગળીના પાક પર પણ પડી છે. આ જ કારણ છે કે હજુ સુધી બજારમાં પૂરતી માત્રામાં નવી ડુંગળીનું ઉત્પાદન થયું નથી. જેના કારણે ભાવમાં વધારો થયો છે.
રાજકોટની વાત કરીએ તો, છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ રૂ.10થી 15નો વધારો નોઁધાયો છે.તો છૂટક ડુંગળીની વાત કરીએ તો, છૂટક ડુંગળીમાં રૂ.30થી 40 રૂપિયે વેચાઇ રહી છે.. જેનો ભાવ 60થી 70 રૂપિયા સુધી પહોંચી તેવની શક્યતા છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ 400થી 600 રૂપિયા બોલાઇ રહ્યો છે.વેપારીઓનું માનીએ તો, હાલ ડુંગળીની આવક ઘટી છે.તેની સામે માગ પણ વધી છે. સારી ડુંગળી હાલ આગળથી નથી આવી રહી.જેના પરિણામે ભાવમાં વધારો થયો છે. જો કે, દિવાળી બાદ ભાવમાં આંશિક રાહત મળે તેવું વેપારીઓ માની રહ્યા છે.
દરરોજ 600 ટન ડુંગળી આવે છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, વેપારીઓનું કહેવું છે કે આંધ્ર પ્રદેશમાં કર્ણાટકના રણુલ અને બેલ્લારીથી ડુંગળીની સપ્લાય કરવામાં આવે છે. પરંતુ, આ બંને જગ્યાએથી ડુંગળીનો પુરવઠો જરૂરિયાત કરતા ઓછો છે. જેના કારણે આંધ્રપ્રદેશમાં ડુંગળીની ભારે અછત સર્જાઈ હતી. આવી સ્થિતિમાં અહીંના વેપારીઓ મહારાષ્ટ્રમાંથી ડુંગળી ખરીદી રહ્યા છે. આ જ કારણ છે કે વધી રહેલા ખર્ચને કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે. આ રીતે આંધ્રપ્રદેશમાં દરરોજ 600 ટન ડુંગળી આવે છે.
ડુંગળીની ખેતીમાં પણ લગભગ 120 દિવસનો વિલંબ થયો છે.
આ વખતે વિલંબિત વરસાદને કારણે ડુંગળીનું વાવેતર પણ લગભગ 120 દિવસ મોડું થયું હતું. વેપારીઓના જણાવ્યા મુજબ નવેમ્બરના પ્રથમ સપ્તાહથી ડુંગળીની નવી ઉપજ બજારમાં આવવાની શરૂઆત થશે. આ પછી ડુંગળીના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, આ માટે લોકોએ થોડી રાહ જોવી પડશે.