AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONGC બની દેશની બીજી સૌથી વધુ નફો કરતી કંપની, જાણો પહેલા નંબર પણ કઈ કંપની છે

જાહેર ક્ષેત્રની કંપની ONGC નફો કમાવવાના મામલે દેશની બીજી કંપની બની ગઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીનો ચોખ્ખો નફો 40,305 કરોડ રૂપિયા હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા નાણાકીય વર્ષમાં 67,845 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો મેળવ્યો હતો.

ONGC બની દેશની બીજી સૌથી વધુ નફો કરતી કંપની, જાણો પહેલા નંબર પણ કઈ કંપની છે
ONGC (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 7:07 PM
Share

જાહેર ક્ષેત્રની કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ ગયા નાણાકીય વર્ષ (2021-22)માં 40,305 કરોડ રૂપિયાનો રેકોર્ડ ચોખ્ખો નફો કર્યો છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર ઊંચા ભાવને કારણે ONGC રેકોર્ડ નફો મેળવવામાં સફળ રહી છે. આ રીતે ONGC હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) પછી દેશની બીજી સૌથી વધુ નફો કરતી કંપની બની ગઈ છે. ઓએનજીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષમાં તેનો ચોખ્ખો નફો 258 ટકા વધીને 40,305.74 કરોડ રૂપિયા થયો છે.

ગયા નાણાકીય વર્ષ (2020-21)માં કંપનીએ 11,246.44 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ ઉત્પાદિત અને વેચાણ કરેલા ક્રૂડ ઓઈલના પ્રત્યેક બેરલ પર 76.62 ડોલરની કમાણી કરી હતી. પાછલા નાણાકીય વર્ષમાં કંપનીને ઉત્પાદિત ક્રૂડ ઓઈલના પ્રત્યેક બેરલ પર 42.78 ડોલર મળ્યા હતા.

ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર ONGCને મળેલી આ સૌથી વધુ કિંમત છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ 2021ના અંતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો હતો અને તે લગભગ 14 વર્ષની ટોચે 139 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. જોકે 2008માં ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 147 ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા, પરંતુ તે સમયે, ONGCએ પેટ્રોલિયમ ઉત્પાદનોનું છૂટક વેચાણ કરતી કંપનીઓને સબસિડી આપવી પડી હતી, જેના કારણે તેની વસૂલાત ઓછી રહી હતી. હવે ઓએનજીસીને આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે જ તે મળી રહ્યું છે કારણ કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ પણ પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવ વૈશ્વિક દરો અનુસાર નક્કી કરે છે.

જૂન ક્વાર્ટરમાં પરિણામ પર જોવા મળશે અસર

ONGCને ગયા નાણાકીય વર્ષમાં ગેસ માટે પ્રતિ યુનિટ 2.35 ડોલર (મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ)નો ભાવ મળ્યો હતો. તે જ સમયે, 2021-22 માં તેને ગેસ માટે પ્રતિ યુનિટ 2.09 ડોલરનો ભાવ મળ્યો. આ વર્ષે એપ્રિલમાં ગેસની કિંમત વધીને 6.1 ડોલર પ્રતિ યુનિટ થઈ ગઈ છે. તેની અસર કંપનીના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં જોવા મળશે.

49,294 કરોડનો ચોખ્ખો નફો

ગયા નાણાકીય વર્ષમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વધીને 49,294.06 કરોડ રૂપિયા થયો છે. તેમાં તેની પેટાકંપનીઓનો નફો પણ સામેલ છે. અગાઉના નાણાકીય વર્ષમાં ONGCનો એકીકૃત ચોખ્ખો નફો 21,360.25 કરોડ રૂપિયા હતો. ONGCનો એકલ અને એકીકૃત ચોખ્ખો નફો બંને સ્થાનિક કંપનીઓના નફાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે.

કમાણીના મામલામાં આ ટોપ-5 કંપનીઓ છે

અગાઉ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 67,845 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો મેળવ્યો હતો. નાણાકીય વર્ષ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક રૂ. 7,92,756 કરોડ હતી. આ રીતે ONGCએ નફાના મામલામાં ટાટા સ્ટીલને પાછળ છોડી દીધું છે. છેલ્લા નાણાકીય વર્ષ માટે ટાટા સ્ટીલનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 33,011.18 કરોડ હતો અને રૂ. 41,749.32 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો થયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) રૂ. 38,449 કરોડના એકીકૃત ચોખ્ખા નફા સાથે ચોથા સ્થાને છે અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ. 31,676 કરોડના ચોખ્ખા નફા સાથે પાંચમા સ્થાને છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">