GeM પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઈ-લોન્ચિંગ કરાયું, પારદર્શી વહીવટથી સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચાર દૂર થયો : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે આજે નવી દિલ્હીમાં GeM પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગને ઈ-લોન્ચ કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 1:01 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah)ના વરદહસ્તે આજે નવી દિલ્હીમાં GeM પોર્ટલ(Government e Marketplace portal) પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગને ઈ-લોન્ચ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા (NCUI) ના પ્રમુખ દિલીપ સંઘાણી એનસીયુઆઈ અને સહકાર મંત્રાલય (ભારત સરકાર) આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. GeM આ ઈ-લોન્ચ સાથે તમામ પાત્ર સહકારી મંડળીઓ GeM પોર્ટલ પર ઓર્ડર આપવાનું શરૂ કરી શકશે. તાજેતરમાં સહકાર મંત્રાલયે તેની સલાહકારમાં NCUI ને સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગની સુવિધા આપવા GeM સાથે સંકલન કરવા અને ઓન-બોર્ડિંગની પ્રક્રિયામાં સહકારી સંસ્થાઓને જોડવા માટે નોડલ એજન્સી બનાવી હતી.

આ અવસરે અમિત શાહે જણાવ્યું હતું કે આજનો દિવસ ભારત માટે ખુબ મહત્વનો છે.  ઇતિહાસના પાના  ઉપર 9 ઓગસ્ટની તારીખ ખુબ મહત્વ ધરાવે છે, આજે મહાત્મા ગાંધીએ આંદોલન માટે આહવાન કર્યું હતું અને કરોડો લોકો આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતા. આજે સહકારી સંસ્થાઓ માટે પણ મહત્વનો દિવસ છે જયારે સહકારી સંસ્થાઓ માટે GeM ના દરવાજા ખુલ્યા છે.

સરકારી સંસ્થાઓ માત્ર GeM ના માધ્યમથી ખરીદી કરે છે. સહકારી સંસ્થાઓએ પણ મોટી સંખ્યામાં પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. કો -ઓપરેટિવે પોતાનું માર્કેટિંગ વધારવું જોઈએ જેમાં નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા અહમ ભૂમિકા અદા કરે તેવી વિનંતી કરતા GeM પોર્ટલ આ કામગીરી માટે સૌથી મોટું અને મહત્વનું માધ્યમ બનવાનો શાહે વિશ્વાસ અપાવ્યો હતો.

અમિત શાહે અમુલુનું ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે મૂડી વગર પણ વ્યવસાય સહકારી ક્ષેત્રથી કરી શકાય છે. અમુલમાં 20 લાખ બહેનો 60 હજાર કરોડના કો -ઓપરેટીવ સંસ્થા ચલાવે છે અને નફો કરે છે. મેં  દોઢ કરોડ રૂપિયાનું  દૂધ ડેરીમાં મોકલતી બહેનોને મારા હાથે ઇનામ આપ્યા છે. ઘણી મહિલાઓએ એકથી થઇ ગુણવત્તાસભર દૂધનો વ્યવસાય કરે છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે પારદર્શિતા ખુબ જરૂરી છે. ખરીદીમાં પારદર્શિતા લાવવા GeM  સૌથી મોટું પગલું છે. મોદી સરકારે ભષ્ટાચાર દૂર કરાવ્યો છે. સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચાર દૂર થયો છે. શાહે ઉમેર્યું  હતું કે આવનારા 5 વર્ષોમાં દુનિયા જોશે અને ઉદાહરણ તરીકે આ મોડેલને સ્વીકારશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">