એક તરફ કોરોના મહામારીમાં આર્થિક નુકસાનના બહાને કર્મચારીઓની રોજગારી છીનવાઈ રહી છે તો બીજી તરફ Microsoft કોરોના સંકટ સામે લડવા Pandemic Bonus આપશે

MICROSOFT એ તેના કર્મચારીઓને 1500 ડોલર એટલે કે 1 લાખ રૂપિયાથી વધુનું બોનસ આપવાનું નક્કી કર્યું છે. માઇક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર (CPO) એ 8 જુલાઇએ આ બોનસની જાહેરાત કરી છે.

એક તરફ કોરોના મહામારીમાં આર્થિક નુકસાનના બહાને કર્મચારીઓની  રોજગારી છીનવાઈ રહી છે તો બીજી તરફ Microsoft કોરોના સંકટ સામે લડવા Pandemic Bonus આપશે
Microsoft
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 10:22 AM

કોરોના મહામારી એક વૈશ્વિક સમસ્યા તરીકે સામે આવી છે. અર્થતંત્રને હચમચાવનાર રોગચાળાના કારણે એનેક લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને ઘણાં વેપારીઓ પણ લાંબા સમયથી લોકડાઉનને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. આરોગ્ય અને આર્થિક  સમસ્યાઓ વચ્ચે કેટલીક કંપનીઓએ એવી પણ રહી છે જેણે વિપરીત સંજોગોમાં પોતાના કર્મચારીઓનો સાથ  છોડ્યો  નહીં. દિગ્ગ્જ ટેક કંપની માઇક્રોસોફ્ટે(microsoft) તેના કર્મચારીઓને પેંડેમીક બોનસ(Pandemic Bonus) આપવાની જાહેરાત કરી છે. સામાન્યરીતે તહેવાર દરમ્યાન લોકોને બોનસ મળે છે પરંતુ જો સંકટ સામે લડવા બોનસ મળે તો તો કર્મચારીની ખુશીનો પાર ન રહે.

એક મીડિયા રિપોર્ટ મુજબ માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓને ૧૫૦૦ ડોલર એટલે કે 1 લાખ રૂપિયાથી વધુનું બોનસ આપવાનું નક્કી કર્યું છે. માઇક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર (CPO) એ 8 જુલાઇએ આ બોનસની જાહેરાત કરી છે. બોનસ ચુકવણી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે. માઇક્રોસોફ્ટમાં કામ કરતા વિશ્વના દરેક કર્મચારીને તેનો લાભ મળશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

1500 કરોડ બોનસ તરીકે વિતરણ કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે બોનસ તરીકે માઇક્રોસોફ્ટ 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 1500 કરોડ રૂપિયા ચૂકવવા જઈ રહ્યું છે. આ પગલાંથી કંપનીની છબીને પણ મોટો ફાયદો થશે. જો કે કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા કર્મચારીઓ અનેMicrosoft’s GitHub, LinkedIn और Zenimax જેવી પેટા કંપનીઓનાં કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે નહીં. કંપની પાસે રોકડ અનામત, ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ 125 અબજ ડોલર નું છે.

ભારતમાં માઈક્રોસોફ્ટ ના 8 હજાર કર્મચારી ભારતમાં Microsoft કંપનીઓનાં 8000 થી વધુ કર્મચારી છે, જે સેલ્સ અને માર્કેટિંગ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, ગ્રાહક સેવાઓ અને સપોર્ટ માટે કાર્યરત છે. આ કર્મકારીઓ ભારતના 11 શહેર અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, નવી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ અને પુણે થી જોડાયેલા છે

કોને મળશે લાભ માઈક્રોસોફ્ટમાં વૈશ્વિક સ્તરે 1 લાખ 75 હજાર 508 લોકો કામ કરે છે. વાઇસ પ્રેસિડેન્ટની નીચેની પોસ્ટ પર કામ કરતા કર્મચારીઓને આ લાભ મળશે. આ અંગે એક શરત પણ છે કે લાભાર્થી કર્મચારીની 31 માર્ચ 2021 પહેલાથી જોડાયેલો હોવો જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">