જાણીતી લિકર કંપની લાવવા જઈ રહી છે IPO, 1,000 કરોડનો નવો ઈશ્યુ પાડશે બહાર

Allied Blenders IPO: ડિસેમ્બર 2021 સુધીમાં કંપની પર કુલ રૂ. 926.89 કરોડનું દેવું હતું. ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ, કોટક મહિન્દ્રા કેપિટલ અને ઇક્વિટાસ કેપિટ ઇશ્યૂના સંચાલકો છે.

જાણીતી લિકર કંપની લાવવા જઈ રહી છે IPO, 1,000 કરોડનો નવો ઈશ્યુ પાડશે બહાર
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jun 28, 2022 | 9:25 PM

ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કીના (Officer’s Choice Whisky) નિર્માતા એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ તેનો આઈપીઓ લાવશે. કંપનીએ રૂ. 2,000 કરોડના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઈલ કર્યા છે. કંપની રૂ. 1,000 કરોડનો નવો ઈશ્યુ બહાર પાડશે. 1,000 કરોડની ઓફર ફોર સેલ હશે. કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો OFS દ્વારા તેમનો હિસ્સો વેચશે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર બીના કિશોર છાબરિયા આ IPOની ઓફર ફોર સેલ હેઠળ રૂ. 500 કરોડના શેરનું વેચાણ કરશે.

આ સિવાય રેશમ છાબરિયા જીતેન્દ્ર હેમદેવ વતી 250 કરોડ રૂપિયાના શેર વેચવામાં આવશે. બીજી તરફ નીશા કિશોર છાબરિયા પણ 250 કરોડના શેરનું વેચાણ કરશે. કંપનીના પ્રમોટર્સ કિશોર રાજારામ છાબરિયા, બીના કિશોર છાબરિયા, રેશમ છાબરિયા જિતેન્દ્ર હેમદેવ, બીના છાબરિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, બીકેસી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, ઓરિએન્ટલ રેડિયો પ્રાઈવેટ લિમિટેડ અને ઓફિસર્સ ચોઈસ સ્પિરિટ્સ પ્રાઈવેટ લિમિટેડ છે.

કંપનીમાં બીનાનો હિસ્સો 52.20 ટકા છે. જ્યારે રેશમનો હિસ્સો 24.05 ટકા છે. તે જ સમયે, નીશાનો હિસ્સો 19.96 ટકા છે. કંપની આઈપીઓમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ફંડ વધારવા માટે કરશે. ડિસેમ્બર 2021 સુધીમાં કંપની પર કુલ રૂ. 926.89 કરોડનું દેવું હતું. ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ, કોટક મહિન્દ્રા કેપિટલ અને ઇક્વિટાસ કેપિટ ઇશ્યૂના સંચાલકો છે.

દેશની ત્રીજી સૌથી મોટી IMFL બનાવનાર કંપની

એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ એ ભારતની ત્રીજી સૌથી મોટી ભારતીય નિર્મિત વિદેશી દારૂ (IMFL) બનાવતી કંપની છે. ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી તેની ફ્લેગશિપ બ્રાન્ડ છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડ્સમાંની એક છે. માર્ચ 2022 સુધીમાં કંપનીના પોર્ટફોલિયોમાં 10 મોટી IMFL બ્રાન્ડ્સનો સમાવેશ થતો હતો. વ્હિસ્કી ઉપરાંત, કંપની બ્રાન્ડી, રમ અને વોડકા પણ બનાવે છે. આ ઉપરાંત કંપની ઓફિસર્સ ચોઈસ, ઓફિસર્સ ચોઈસ બ્લુ અને સ્ટર્લિંગ રિઝર્વ બ્રાન્ડ નામો હેઠળ પેકેજ્ડ વોટરનું ઉત્પાદન પણ કરે છે.

30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેચાણ

ડિસેમ્બર 2021 સુધીમાં કંપનીનું વેચાણ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હતું. પશ્ચિમ એશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા અને યુરોપના 22 બજારોમાં પણ નિકાસ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2011માં તેની કુલ આવક એક વર્ષ અગાઉ રૂ. 8,119.07 કરોડથી ઘટીને રૂ. 6,378.78 કરોડ થઈ હતી. વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 2.51 કરોડ રહ્યો હતો, જે અગાઉના વર્ષમાં રૂ. 12.97 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન એક વર્ષ અગાઉના 8.35 ટકાથી વધીને 9.07 ટકા થયું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati