AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સની આ કંપની ખરીદીને અંબાણીની વ્હારે આવી સરકાર, જાણો કેટલા કરોડમાં થયો સોદો

અનિલ અંબાણીની તમામ કંપનીઓ દેવામાં ડુબી ગઈ છે. તેમની એક પછી એક કંપનીઓ વેચાઈ રહી છે. તેમને પોતે પણ પોતાની નેટવર્થને ઝીરો બતાવી છે. ત્યારે હવે તેમને સરકારની સાથે મોટી ડીલ કરી છે.

રિલાયન્સની આ કંપની ખરીદીને અંબાણીની વ્હારે આવી સરકાર, જાણો કેટલા કરોડમાં થયો સોદો
File Image
| Updated on: Jan 02, 2024 | 7:21 PM
Share

અનિલ અંબાણી તે નામ છે, જે ભારતના ઔદ્યોગિક જગતમાં ચમકતો સિતારો હતો અને થોડા જ વર્ષોમાં તે તુટીને જમીન પર આવી ગયા. અનિલ અંબાણીની તમામ કંપનીઓ દેવામાં ડુબી ગઈ છે. તેમની એક પછી એક કંપનીઓ વેચાઈ રહી છે. તેમને પોતે પણ પોતાની નેટવર્થને ઝીરો બતાવી છે. ત્યારે હવે તેમને સરકારની સાથે મોટી ડીલ કરી છે. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર અને ટીએચડીસી ઈન્ડિયા લિમિટેડની વચ્ચે ડીલ થઈ છે.

રિલાયન્સ પાવરે સરકારી કંપનીને પોતાના અરૂણાચલ પ્રદેશમાં 1,200 મેગાવોટ ક્ષમતાના કલાઈ-2 હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને વેચવાનો નિર્ણય કર્યો છે. બંનેની વચ્ચે ડીલ થઈ ચૂકી છે. આ ડીલ 128 કરોડ રૂપિયાથી વધારેની છે. 35 વર્ષ જુની ટીએચડીસી ઈન્ડિયા લિમિટેડનો માલિકી હક્ક એનટીપીસીની પાસે છે અને તે એક મિનિ રત્ન કંપની છે. ત્યારે બીજી તરફ કલાઈ પાવર લિમિટેડ રિલાયન્સ પાવરની સહયોગી કંપનીઓમાંથી એક છે. જેને સરકારી કંપની ખરીદવા જઈ રહી છે.

શું થશે ટ્રાન્સફર?

મીડિયા રિપોર્ટ મુજબ અરૂણાચલ પ્રદેશ સરકાર રિલાયન્સ પાવરની સહોયગી કંપની કલાઈ પાવર અને ટીએચડીસીએ 30 ડિસેમ્બર 2023એ આ ડીલ પર સાઈન કરી. ડીલ મુજબ અરુણાચલ પ્રદેશના લોહિત નદી બેસિન પર સ્થિત પ્રસ્તાવિત 1200 મેગાવોટ ક્ષમતાની કલાઈ-2 હાઈડ્રો પાવર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ રાઈટસ અને રિલેટેડ ફિઝિકલ એસેટ્સ, સ્ટડી, મંજૂરી, ડિઝાઈન અને ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી ટીએચડીસીને ટ્રાન્સફર થશે. આ ડીલ કુલ 128.39 કરોડ રૂપિયાની છે, જે કેટલીક શરતો પર રાખવામાં આવી છે.

રિલાયન્સ પાવરના શેરમાં તેજી

આ ડીલ બાદ રિલાયન્સ પાવરના શેરમાં ઝડપથી તેજી જોવા મળી રહી છે. બપોરે 2.25 વાગ્યે કંપનીનો શેર 0.63 ટકાના વધારા સાથે 24.10 પર વેપાર કરી રહ્યો હતો. ત્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 24.44 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. જો કે આજે કંપનીનો શેર 24.13ની સાથે ઓપન થયો હતો. એક દિવસ પહેલા કંપનીનો શેર 23.95 રૂપિયા પર બંધ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">