હવે માતા – પિતા અને વડીલોને તરછોડનારની ખેર નહિ , સરકાર લાવી રહી છે આ કાયદો

વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ બિલને ડિસેમ્બર 2019 માં કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ લોકોને માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોનો ત્યાગ કરતા અટકાવવાનો છે. બિલમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણની મૂળભૂત જરૂરિયાતો, સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.

હવે માતા - પિતા અને વડીલોને તરછોડનારની ખેર નહિ , સરકાર લાવી રહી છે આ કાયદો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 11:55 AM

હવે કેન્દ્ર સરકાર વયસ્કોની સંભાળ માટે નવો નિયમ લાવવા જઇ રહી છે. મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ(એમેન્ડમેન્ટ) બિલ 2019 The Maintenance & Welfare of Parents & Senior Citizens {Amendment} Bill 2019) પર મોન્સૂન સત્રમાં નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી ચોમાસુ સત્ર(Parliament Monsoon Session) શરૂ થઈ ગયું છે. માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું કલ્યાણ (સુધારો) બિલ 2019 લાંબા સમયથી કેન્દ્ર સરકારના એજન્ડા પર હતું. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રની શરૂઆતમાં જ આ બિલ લાવવા માંગે છે.

આ નિયમ ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ બિલને ડિસેમ્બર 2019 માં કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ લોકોને માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોનો ત્યાગ કરતા અટકાવવાનો છે. બિલમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણની મૂળભૂત જરૂરિયાતો, સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. દેશમાં કોવિડ -19 રોગચાળાની બે વિનાશક લહેરોને પગલે આ ખરડો વર્તમાન સત્રમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકો અને માતા-પિતાને વધુ શક્તિ મળશે. આ બિલ સંસદમાં રજૂ થાય તે પહેલાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

જાણો આ નિયમથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી > વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સિનિયર સિટિઝન્સ બિલ કેબિનેટે ડિસેમ્બર 2019 માં બાળકોના દાયરામાં વધારો કર્યો છે. આમાં બાળકો, પૌત્રો (18 વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થતો નથી) છે. સાવકા બાળકો, દત્તક લીધેલા બાળકો અને સગીર બાળકોના કાનૂની વાલીઓને પણ આ બિલમાં શામેલ કરવામાં આવ્યા છે. > જો આ બિલ કાયદો બની જાય છે તો વાલીઓને જાળવણી તરીકે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. જીવનધોરણ અને માતા-પિતાની આવકને ધ્યાનમાં રાખીને સરકારે આ રકમ નક્કી કરી છે. > બાયોલોજીકલ ચાઈલ્ડ , દત્તક લીધેલા બાળકો અને સાવકા માતા-પિતાનો પણ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. > જાળવણીના પૈસા ચૂકવવાનો સમય પણ 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

દેશમાં ૧૦ કરોડથી વધી સિનિયર સિટીઝન્સ વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૦ કરોડથી વધુ સિનિયર સિટીઝન્સ છે. બિલ આ વરિષ્ઠ નાગરિકો માટે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દર વર્ષે વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વાર્ષિક ૩ લાખ મુજબ વધે છે. એક અંદાજ મુજબ આગામી વસ્તી ગણતરી સુધીમાં આ સંખ્યા 10.40 ને પર પહોંચે તેમ છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં આ એકડો ૩૨ કરોડ આસપાસ રહેવાનું અનુમાન છે.

ગુજરાતમાં કુલ વસ્તીના ૭ ટકા લોકો વયસ્ક એક અંદાજ મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના ૭ ટકા લોકો સિનિયર સિટીઝન્સ છે. ગુજરાત દેશના સૌથી વિકસિત રાજ્ય પૈકીનું એક છે. આગામી વસ્તી ગણતરી સુધીમાં આ આંકડો એક ટકા આસપાસ વધવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">