SBI એપ્લિકેશનનો નવો નિયમ, જો આ કામ નહીં કરો તો નહીં મોકલી શકો કોઈને પૈસા

જો તમારું એસબીઆઈમાં (SBI) ખાતું છે અને તમે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરો છો તો તમારે તમારી એપ્લિકેશન વિશે એક વસ્તુ કરવાની રહેશે.

SBI એપ્લિકેશનનો નવો નિયમ, જો આ કામ નહીં કરો તો નહીં મોકલી શકો કોઈને પૈસા
state bank of india

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના (State Bank Of India) ગ્રાહકોને વિવિધ સેવાઓ આપવાની સાથે-સાથે તેના ખાતાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. બેંક ખાતાની સુરક્ષા માટે પણ બેંક દ્વારા ઘણા પગલા લેવામાં આવે છે. હવે બેંકે તાજેતરમાં જ તેની એપ્લિકેશનને લગતા મોટા ફેરફાર કર્યા છે, જે પછી કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટનું લોગીન કરી શકશે નહીં. પરંતુ, આ માટે એક વિશેષ કાર્ય કરવું પડશે અને જો તમે તે કરી શકતા નથી, તો તમારી મુશ્કેલી વધી જશે.

આ સ્થિતિમાં જાણો ગ્રાહકોએ શું કરવાનું છે અને બેંક દ્વારા શું ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમારું પણ એસબીઆઈમાં ખાતું છે અને એસબીઆઈની એપ્લિકેશન yono ઉપયોગ કરો છો તો તમારે તેની વિશેષ કાળજી લેવી પડશે.

નવો નિયમ શું છે

એસબીઆઈએ 22 જુલાઈથી yono સંબંધિત કડક નવો નિયમ લાગુ કર્યો છે, જે ગ્રાહકોએ એપ્લિકેશનનો ઉપયોગ ચાલુ રાખવા માટે અનુસરવો પડશે. જો તેઓ આ નહીં કરે તો તેઓ એપ્લિકેશન દ્વારા કોઈપણ વ્યવહાર કરી શકશે નહીં. ખરેખર, બેંકે સિમ બંધનકર્તાની વ્યવસ્થા કરી છે. જે તમારું એકાઉન્ટ વધુ સુરક્ષિત બનાવશે. આ ટેક્નોલોજીમાં એક ડિવાઈસમાં ફક્ત એક જ યુઝર રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી બેંકિંગ કરી શકે છે. આની સાથે તમારા ખાતામાંથી બીજું કોઈ પણ ઓનલાઈન બેંકિંગ કરી શકશે નહીં.

શું કરવાની જરૂર પડશે?

આ માટે તમારે બેન્ક એપ્લિકેશનમાં તે નંબરથી જ લોગીન કરવું પડશે, જે તમારા બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર્ડ છે. હવે તમે અન્ય કોઈપણ નંબર દ્વારા એપ્લિકેશનમાં લોગીન નહીં કરી શકો. પહેલા કેટલાક લોકો બીજા નંબર દ્વારા પણ એપ્લિકેશનમાં લોગીન થતા હતા. પરંતુ હવે આ કરી શકાતું નથી. હવે તમારે તમારા રજિસ્ટર્ડ ફોનથી લોગીન કરવું પડશે, નહીં તો તમે કોઈ વ્યવહાર કરી શકશો નહીં.

તમે હવે એક જ એકાઉન્ટને એક જ નંબરથી ઍક્સેસ કરી શકો છો. તેમજ બધા યોનો એપ્લિકેશન યુઝર્સે અપગ્રેડ કરવું પડશે અને ટ્રાન્ઝેક્શન કરવું પડશે. નવી યોનો લાઈટ ફક્ત તે જ ફોનથી જ યોનો એસબીઆઈને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. જેમાં બેંકમાં નોંધાયેલ મોબાઈલ નંબર છે. ગ્રાહકોને ફક્ત પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી યોનો લાઈટ એપ્લિકેશન અપગ્રેડ કરવાની અને રજિસ્ટર્ડ ફોન નંબર સાથે ઓટીપી દ્વારા પ્રમાણિત કરવાની જરૂર છે. તે પછી એપ્લિકેશન સામાન્ય રીતે કાર્ય કરશે.

 

આ પણ વાંચો : Panchmahal : રાજ્યમાં કપ્પા વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ, જૂન માસમાં થયું હતું દર્દીનું મૃત્યુ

Click on your DTH Provider to Add TV9 Gujarati