પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા લોકોને પણ મળશે પેન્શન, જાણો શું છે કેન્દ્ર સરકારની નેશનલ પેન્શન સ્કીમ

જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો અને નિવૃત્તિ બાદ સારું જીવન ઈચ્છો છો તો તેના માટે પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય પેન્શન યોજના ટિયર 1 એકાઉન્ટ નિવૃત્તિ ફંડ બનાવવા માટેનો સારો વિકલ્પ છે. તમે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવી શકો છો.

પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા લોકોને પણ મળશે પેન્શન, જાણો શું છે કેન્દ્ર સરકારની નેશનલ પેન્શન સ્કીમ
NPS
| Updated on: Jan 07, 2024 | 2:16 PM

જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો અને નિવૃત્તિ બાદ સારું જીવન ઈચ્છો છો તો તેના માટે પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય પેન્શન યોજના ટિયર 1 એકાઉન્ટ નિવૃત્તિ ફંડ બનાવવા માટેનો સારો વિકલ્પ છે. NPS ટિયર 1 એકાઉન્ટ ભારત સરકાર દ્વારા સમર્થિત લોંગ ટર્મ રોકાણ માટેની સ્કીમ છે. તમે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવી શકો છો.

તમારા રૂપિયાનું રોકાણ ક્યાં કરવામાં આવે છે?

NPS ટિયર 1 માં રોકાણ કરેલા નાણાંનું પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDAમાં જાય છે, જે નોડલ એજન્સી છે અને ભારતમાં NPSની દેખરેખ રાખે છે. PFRDA તમારા ફંડને અલગ-અલગ ફંડ મેનેજરોને ફાળવે છે. આ ફંડ મેનેજર તમે પસંદ કરો છો તે રોકાણ યોજનાના આધારે જુદા-જુદા પોર્ટફોલિયોમાં તે રકમનું રોકાણ કરે છે.

PPF કરતાં કરતા મળે છે વધારે રિટર્ન

તમારા NPS ટાયર 1 એકાઉન્ટ પર તમને જે રિટર્ન મળે છે તે તમે પસંદ કરેલા ફંડ અને બજારની એકંદર સ્થિતિ પર આધારિત છે. NPSમાં PPF જેવી પેન્શન યોજના કરતાં વધારે રિટર્ન મળવાની ક્ષમતા છે. કારણ કે તે તમારા ફંડનો અમુક હિસ્સો શેરમાં પણ રોકવામાં આવે છે.

NPS ટિયર 1 એકાઉન્ટની વિગતો

  • 18 થી 65 વર્ષની વચ્ચેના તમામ ભારતીય નાગરિકો NPS ટિયર 1 એકાઉન્ટ ખોલાવી શકે છે.
  • NPS ટિયર 1 માં મિનિમમ વાર્ષિક યોગદાન 1000 રૂપિયા છે. તેમા કોઈ ઉચ્ચ મર્યાદા નથી. તમે આ સ્કીમમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તમે આ યોજનામાં માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે રોકાણ કરી શકો છો.
  • NPS ટિયર 1 એકાઉન્ટમાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. વાર્ષિક 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ કપાતનો દાવો કરી શકાય છે. પગારદાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણ માટે કલમ 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયાની વધારાની કપાતનો પણ દાવો કરી શકાય છે.

આ પણ વાંચો : આ અઠવાડિયે આવશે 3 કંપનીના IPO, વધારે કમાણી કરવી હોય તો રૂપિયા તૈયાર રાખજો

  • NPS ટિયર 1 ખાતામાં રિટર્ન ફંડના પ્રદર્શન અને રોકાણકાર દ્વારા પસંદ કરાયેલ એસેટ ફાળવણી પર આધારિત છે. આ સ્કીમ ઈક્વિટી અને ડેટ ફંડનું મિશ્રણ ઓફર કરે છે.
  • 60 વર્ષની ઉંમર થયા બાદ તમે ફંડના 60 ટકા ઉપાડી શકો છો, જે ટેક્સ ફ્રી છે. બાકીના 40 ટકાનો ઉપયોગ IRDA રેગ્યુલેટેડ જીવન વીમા કંપની પાસેથી વાર્ષિકી ખરીદવા માટે કરવામાં આવશે. જે તમને બાકીના જીવન માટે નિયમિત માસિક આવક પ્રદાન કરશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો