નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કમાણી કરવાની તક, માત્ર 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, જાણો સ્કીમની માહિતી
નવા ફંડ સુંદરમ મલ્ટી એસેટ એલોકેશન ફંડનું સબસ્ક્રિપ્શન 5 જાન્યુઆરી, 2024 થી 19 જાન્યુઆરી, 2024 સુધી ચાલુ રહેશે. ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. એસેટ મેનેજમેન્ટ કંપનીના જણાવ્યા અનુસાર આ સ્કીમ લોંગ ટર્મમાં મૂડી વૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે.

એસેટ મેનેજમેન્ટ કંપની સુંદરમ મ્યુચ્યુઅલ ફંડે હાઈબ્રિડ કેટેગરીમાં નવું મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું છે. કંપનીના નવા ફંડ સુંદરમ મલ્ટી એસેટ એલોકેશન ફંડનું સબસ્ક્રિપ્શન 5 જાન્યુઆરી, 2024 થી 19 જાન્યુઆરી, 2024 સુધી ચાલુ રહેશે. ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. એસેટ મેનેજમેન્ટ કંપનીના જણાવ્યા અનુસાર આ સ્કીમ લોંગ ટર્મમાં મૂડી વૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે.
ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ કરી શકાય
આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો ઓછામાં ઓછા 100 અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમ જો રોકાણ કરેલા યુનિટની તારીખથી 1 વર્ષ પહેલાં 30 ટકાથી વધુ રિડીમ કરવામાં આવે તો 1 ટકા એક્ઝિટ લોડ ચૂકવવાનો રહેશે. આ સ્કીમમાં જુદી-જુદી કેટેગરીના ફંડ મેનેજર અર્જુન નાગાર્જન, રોહિત સેકસરિયા, એસ ભરત અને સંદીપ અગ્રવાલ છે.
SIP દ્વારા કરી શકાય રોકાણ
NFO નો બેન્ચમાર્ક NIFTY 500 TRI (65), Domestic Price of Gold (25), NIFTY Short Duration Index (10) છે. રોકાણકારો SIP દ્વારા પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. દરરોજ SIP રકમ 100 રૂપિયા (ઓછામાં ઓછા 3 મહિના), સાપ્તાહિક 1000 રૂપિયા (6 હપ્તા), માસિક 100 રૂપિયા (6 હપ્તા) અને ત્રિમાસિક 750 રૂપિયા (6 હપ્તા)નું રોકાણ કરી શકાય છે.
મ્યુચ્યુઅલ ફંડ્સના જણાવ્યા અનુસાર, આ સ્કીમ એવા રોકાણકારો માટે સારો વિકલ્પ છે કે જેઓ લોંગ ટર્મમાં મૂડીની વૃદ્ધિ કરવા માંગે છે. આ સ્કીમમાં રોકાણકારોને ઈક્વિટી, ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, ડેટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ગોલ્ડ ETFમાં રોકાણ કરવાની તક મળે છે.
આ પણ વાંચો : ભારત સરકારની માલિકીની સરકારી કંપનીનો આવી રહ્યો છે IPO, રોકાણકારોને મળશે કમાણી કરવાની તક
હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફંડ હાઉસ રોકાણકારોના નાણાંનું રોકાણ ઈક્વિટી અને ડેટ એસેટ ક્લાસ બંનેમાં કરે છે. પ્યોર ઈક્વિટી સ્કીમની સરખામણીમાં તેમાં રિસ્ક ઓછું હોય છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડની પણ જુદી-જુદી કેટેગરી હોય છે. તેમાં એગ્રેસિવ હાઇબ્રિડ, કન્ઝર્વેટિવ હાઈબ્રિડ, બેલેન્સ્ડ હાઇબ્રિડ, ડાયનેમિક એસેટ એલોકેશન અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ, મલ્ટી એસેટ એલોકેશન વગેરેનો સમાવેશ થાય છે.
