વર્ષ ૨૦૨૦માં કોરોના લોકડાઉન દરમિયાન દેશના સૌથી મોટા 100 શ્રીમંતોની સંપત્તિમાં 35% વૃદ્ધિ થઈ છે. રકમની દ્રષ્ટિએ તેમાં રૂ.13 લાખ કરોડનો વધારો થયો છે.
વર્ષ ૨૦૨૦માં કોરોના લોકડાઉન દરમિયાન દેશના સૌથી મોટા 100 શ્રીમંતોની સંપત્તિમાં 35% વૃદ્ધિ થઈ છે. રકમની દ્રષ્ટિએ તેમાં રૂ.13 લાખ કરોડનો વધારો થયો છે. NGO Oxfamના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. બીજી બાજુ એ છે કે કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે ૧૨ કરોડથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી હતી.
ગરીબોને પૂર્વ રોગચાળાની સ્થિતિમાં પાછા આવવામાં એક દાયકાનો સમય લાગશે
‘The Inequality Virus’ નામના અહેવાલમાં જણાવ્યા અનુસાર કોરોનકાળમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અસમાનતામાં વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા 1000 અબજોપતિઓની સ્થિતિ માત્ર નવ મહિનામાં સુધરી, પરંતુ ગરીબોને કોરોના પહેલાંની સ્થિતિમાં પાછા આવવામાં એક દાયકાથી વધુનો સમય લાગશે.
મુકેશ અંબાણીની સંપત્તિ પ્રતિ કલાક 69 કરોડ રૂપિયા વધી છે
રોગચાળા દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પ્રતિ કલાક જેટલી કમાણી કરી છે તે સ્તરે પહોંચતા એક કામદારને 10 હજાર વર્ષ લાગશે. મુકેશ અંબાણીની માર્ચ 2020 માં 2.7 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. ઓક્ટોબરની શરૂઆતમાં તે બમણાથી વધારે રૂ5.7 લાખ કરોડ થઈ છે. 6 મહિનામાં ત્રણ લાખ કરોડનો વધારો થયો. એટલે કે, તેમની સંપત્તિ દર મહિને 50,000 કરોડ રૂપિયા, દરરોજ 1,667 કરોડ રૂપિયા અને દર કલાકે 69 કરોડ રૂપિયા વધી છે.
દર કલાકે 1.7 લાખ લોકો બેરોજગાર થયા
એક તરફ, ધનિક વધુ શ્રીમંત બન્યા, બીજી તરફ એપ્રિલમાં, દર કલાકે 1.7 લાખ લોકો તેમની નોકરી ગુમાવી છે. રિપોર્ટ અનુસાર, 12.2 મિલિયન કર્મચારીઓએ કોરોના રોગચાળાને લીધે તેમની નોકરી ગુમાવી દીધી હતી. આમાંથી 75% લોકો એટલે કે 9.2 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રના છે. અસંગઠિત ક્ષેત્રના 300 થી વધુ કામદારો ભૂખમરો, આત્મહત્યા, માર્ગ અને રેલ દુર્ઘટના, પોલીસ નિર્દયતા અને સમયસર સારવારના અભાવને કારણે મૃત્યુ પામ્યા હતા.
વિશ્વમાં ગરીબોની સંખ્યામાં 50 કરોડનો વધારો થયો છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 18 માર્ચથી 31 ડિસેમ્બર, 2020 સુધીમાં વિશ્વભરમાં અબજોપતિઓની સંપત્તિમાં 3.9 ટ્રિલિયન ડોલર (રૂ.284 લાખ કરોડ) નો વધારો થયો છે. બીજી તરફ ગરીબોની સંખ્યામાં 50 કરોડનો વધારો થયો છે.