દિયરના લગ્નમાં ચમકતો લહેંગો પહેરીને પહોચી ઈશા અંબાણી, દુલ્હન જેવી લાગી રહી હતી મુકેશ અંબાણીની લાડલી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પીરામલ (Isha Ambani) એ તાજેતરમાં તેમના દિયરના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ એટલા સુંદર લાગી રહ્યા હતા કે તેમના પરથી લોકોની નજર હટી રહી ન હતી.

દિયરના લગ્નમાં ચમકતો લહેંગો પહેરીને પહોચી ઈશા અંબાણી, દુલ્હન જેવી લાગી રહી હતી મુકેશ અંબાણીની લાડલી
Isha Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 1:34 PM

ભારતમાં લગ્નનો પ્રસંગ (wedding) કંઈ તહેવારથી ઓછો નથી. કારણ કે લગ્નના ઘરમાં મહિનાઓ અગાઉથી જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે એટલું જ નહીં પરંતુ ધામધૂમ, નાચ-ગાન વચ્ચે દૂરના સગાસંબંધીઓના આગમનથી જે વાતાવરણ સર્જાય છે, તેની ખુશી પણ ઘણી અલગ હોય છે. તેમાં પણ ખાસ ભારતના શ્રીમંત પરીવારોમાં થતા લગ્નો ખૂબ જ ધામ-ધૂમથી કરવામાં આવતા હોય છે. જેની ચર્ચા પણ ખૂબ થતી હોય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની ચર્ચા છે. બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્રી ઈશા અંબાણી (Isha Ambani) પિરામલ તેમના દિયરના લગ્નમાં હાજરી આપવા પહોચ્યા હતા. જેમાં તેમના લુકની ચારે-બાજુ ચર્ચા થઈ રહી છે.

આનંદ પીરામલના પિતરાઈ ભાઈ આદિત્ય શાહે થોડા દિવસો પહેલા જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાબુ સાથે લગ્ન કર્યા છે. આદિત્ય અને પ્રજ્ઞાના લગ્નમાં નજીકના મિત્રો સિવાય આખો પીરામલ પરિવાર સામેલ થયો હતો, જેની તસવીરો પણ એક પછી એક સામે આવી રહી છે.  મુકેશ અંબાણી તેમની પુત્રીના સાસરિયાના ઘરે પ્રથમ લગ્નમાં હાજરી આપવા માટે પહોચ્યા હતા, જે હંમેશની જેમ એકદમ જેન્ટલમેન લુકમાં જોવા મળ્યા હતા.

ઈશા અંબાણીએ પહેરેલા લહેંગાની આ છે વિશેષતા

જ્યારે લગ્નમાં હાજરી આપવા પહોચેલા ઈશા અંબાણીએ પોતાના માટે ડાર્ક ગ્રે કલરનો કોમ્બિનેશન વાળો લહેંગો પસંદ કર્યો હતો, જેને હેવી પેનલ્સ સાથે જડાઉ લુક આપવામાં આવ્યો હતો. તે એક પ્રકારનો થ્રી પીસ સેપરેટ સેટ હતો જેમાં મેચિંગ દુપટ્ટા અને A-લાઇન સ્કર્ટ સાથે મોનોટોન પેટર્નવાળી ચોલીનો સમાવેશ થતો હતો. આ સુંદર પોશાક બનાવવા માટે સિલ્ક-શિફોન, જાલી-કેનવાસ સાટિન જેવા મિશ્રિત કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પર હાથની કારીગરીનું ભરતકામ સ્પષ્ટ દેખાતું હતું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ઈશા દ્વારા પહેરવામાં આવેલ લહેંગાના બેસમાં ભારે ભરતકામ કરવામાં આવ્યું હતું, તેના પર ફ્લોરલ-લીફ ભૌમિતિક મોટિફ કોતરવામાં આવ્યા હતા. પોશાકને ઝરી-ઝરદોઝી સિવાય સોનેરી સિક્વન્સથી શણગારવામાં આવ્યો હતો, જે ડ્યુઅલ ઇફેક્ટ આપતુ હતું. એકંદર પોશાકમાં સ્પાર્કલી-શાઈની અને શિમરી ઈફેક્ટ ઊભી કરી રહી હતી.

લહેંગાની જેમ, તેમના બ્લાઉઝ પર મેચિંગ એમ્બ્રોઇડરી જોઈ શકાતી હતી, જેની સાથે દુપટ્ટો પરફેક્ટ પ્રિન્ટેડ હતો. ચોલીમાં ડીપ નેકલાઈન બનેલી હતી, જેની પેટર્ન ક્રોપ લુકમાં રાખવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">