24 કલાકમાં દુનિયાના અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ, મુકેશ અંબાણી બન્યા નંબર-1

Bloomberg Billionaires Index દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ (richest person of india) તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) યાદીના શિખર ઉપર પહોંચી ગયા હતા. ઉપલબ્ધ ડેટા અનુસાર વિશ્વના 500 અબજપતિઓમાં ગુરુવારે તમામ અબજોપતિઓમ સૌથી વધુ વૃદ્ધિ મુકેશ અંબાણીએ નોંધાવી હતી.

24 કલાકમાં દુનિયાના અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ, મુકેશ અંબાણી બન્યા નંબર-1
| Edited By: | Updated on: Jul 08, 2023 | 1:11 PM

કારોબારી જગતમાં ધનિકોના રાતોરાત શિખરને આંબવાના અને જમીન પર પટકાવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ આપણે જોયા છે. શુક્રવારે 7 જુલાઈએ કારોબારી સપ્તાહની પુર્ણાહુતી સાથે ભારતના ટોચના ધનિકોની યાદીમાં પણ ચોંકાવનારા ફેરફાર જોવા મળ્યા હતા. Bloomberg Billionaires Index દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ (richest person of india) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) આ મામલે શિખર ઉપર પહોંચી ગયા હતા. ઉપલબ્ધ ડેટા અનુસાર વિશ્વના 500 અબજપતિઓમાં ગુરુવારે તમામ અબજોપતિઓમ સૌથી વધુ વૃદ્ધિ મુકેશ અંબાણીએ નોંધાવી હતી. અંબાણીના વિકાસ સામે વિશ્વના ટોચના ત્રણ ધનિકોની મૂડીમાં 1300 કરોડ ડોલર સ્વાહા થઈ ગયા હતા. આ ફેરફારના કારણે ટોચના અબજોપતિઓની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક સપ્તાહમાં 67.00 રૂપિયા મુજબ 2.62%નો વધારો થયો હતો. ગુરુવારે શેર સારી સ્થિતિમાં રહ્યા હતા. અંબાણીની સંપત્તિમાં 100 કરોડ ડોલર અથવા 82,61,55,00,000 રૂપિયાથી વધુનો વધારો થયો હતો.

વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો

બીજી તરફ વિદેશી બજારોમાં અમેરિક તરફથી નકારાત્મક અહેવાલોના કારણે વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં નોંધપાત્ર નુકસાનના કારણે વધુ ઘટાડો નોંધાયો હતો. ઈલોન મસ્ક(Elon Musk)ની સંપત્તિમાં સાડા ચાર અબજ ડોલર અથવા 3,71,76,97,50,000નો ઘટાડો થયો છે. તે જ સમયે બર્નાર્ડ આર્નોલ્ટ(Bernard Arnault) પણ નુક્સાનીની બાબતમાં પાછળ રહ્યા ન હતા.તેમની સંપત્તિમાં 6.11 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. જેફ બેઝોસની સંપત્તિમાં 200 કરોડ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે વિશ્વના ટોચના ત્રણ સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં લગભગ 13 બિલિયન ડોલર મુજવ રૂપિયા 10,74,00,15,00,000નો ઘટાડો સ્પષ્ટ દેખાયો છે. ટોચના 10 કારોબારીઓમાં સ્ટીવ બાલ્મર એકમાત્ર અબજોપતિ હતા જેમની સંપત્તિમાં 971 મિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો હતો. જો કે, વિશ્વના ટોચના ઘણાં અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે જેમાં મુકેશ અંબાણીનું નામ પણ સામેલ છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index)અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આંકડાઓ અનુસાર ગુરુવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.57 અબજ ડોલર એટલે કે 13 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આંકડાઓ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને $90.8 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $3.66 બિલિયનનો વધારો થયો છે. વિશ્વના 500 અરબપતિઓમાંથી 54 અબજપતિઓની સંપત્તિમાં વધારો થયો છે, જેમાંથી 10 અબજપતિઓ માત્ર ભારતના છે.