મુકેશ અંબાણી બન્યા નાના, ઈશાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. વાસ્તવમાં મુકેશ અંબાણી નાના બની ગયા છે. પુત્રી ઈશા અને આનંદ પીરામલ હવે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છે. ઈશાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો છે

મુકેશ અંબાણી બન્યા નાના, ઈશાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો
IshaAmbani , AnandPiramal
Dhinal Chavda

|

Nov 20, 2022 | 4:03 PM

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.

મીડિયા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈશા અને આનંદ પીરામલને જોડિયા બાળકો છે અને માતા ઈશાની સાથે તેમના બંને બાળકો પણ સ્વસ્થ છે. પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદ્યા જણાવવામાં આવ્યું છે અને બંને સ્વસ્થ છે.

તેમ સંયુક્ત મીડિયા નિવેદનમાં આપી માહિતી

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની અત્યંત ખુશ છે.

ઈશા અને આનંદ પીરામલના લગ્ન વર્ષ 2018માં થયા હતા

વર્ષ 2018 માં, ઈશા અંબાણીએ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પીરામલના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોની યાદીમાં સામેલ છે, જેમાં દેશ, બોલિવૂડ અને દુનિયાભરની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી.

ફોર્બ્સની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ભારતમાં પ્રથમ સ્થાને છે

વાસ્તવમાં, ફોર્બ્સે વિશ્વની શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ રેન્કિંગ 2022 જાહેર કરી હતી, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વમાં 20માં સ્થાને હતી, જ્યારે ભારત પ્રથમ ક્રમે હતું. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવક, નફો અને બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની છે. આ યાદી નવેમ્બરમાં જ બહાર પાડવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે ફોર્બ્સની વિશ્વની 100 કંપનીઓની યાદીમાં રિલાયન્સ સિવાય અન્ય કોઈ ભારતીય કંપનીનું નામ નથી. HDFC બેંક 137માં સ્થાને હતી. બજાજ (173મું), આદિત્ય બિરલા ગ્રૂપ (240મું), હીરો મોટોકોર્પ (333મું), લાર્સન એન્ડ ટુબ્રો (354મું), ICICI બેન્ક (365મું), એચસીએલ ટેક્નોલોજીસ (455મું), સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (499મું), અદાણી એન્ટરપ્રાઇઝિસ (547મું) અને ઇન્ફોસીસ (668માં) નામ આપવામાં આવ્યું છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati