MONEY9: IPOમાં રોકાણ કરવું છે ? અજમાવો આ ટિપ્સ, થઇ જશો માલામાલ

છેલ્લાં એક વર્ષમાં ખુલેલા લગભગ 3 કરોડ ડિમેટ ખાતા દર્શાવે છે કે, લોકોમાં શેરબજારનું આકર્ષણ વધી રહ્યું છે. શેરબજારની તેજીને કારણે ઘણા લોકો IPO પ્રત્યે આકર્ષાયા છે. પરંતુ આઇપીઓ રોકાણ કરવા લાયક છે કે નહીં તેનો તેમને અંદાજ હોતો નથી.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 11, 2022 | 4:28 PM

જો તમે પણ આઇપીઓ (IPO)માં રોકાણ (INVESTMENT) કરીને શેરબજાર (STOCK MARKET)માંથી નફો કમાવવા ઇચ્છતા હો તો તમારે કેટલીક મૂળભૂત વાતોનું ધ્યાન રાખવું પડશે. પહેલી વાત, જે IPOને ઊંચી બિડ મળે, તેનું લિસ્ટિંગ સામાન્ય રીતે, સારું થાય છે. તેની પાછળનું ગણિત પણ સરળ છે. વધારે ડિમાન્ડ અને મર્યાદિત સપ્લાય. એટલે નફો થવાની સંભાવના પણ વધારે રહે છે. બીજી વાત, IPOને મોટા રોકાણકારો કેવો પ્રતિસાદ આપે છે તે જુઓ. તેને આવી રીતે સમજીએ કે, IPOમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રોકાણકારો પૈસા રોકે છે. પહેલાં આવે છે સંસ્થાગત રોકાણકાર એટલે QIB, જેમાં બેન્ક, મ્યુચ્યુઅલ ફંડ અને નાણાકીય સંસ્થા આવે છે. બીજા છે મોટા વ્યક્તિગત રોકાણકાર એટલે HNI.

ત્રીજા છે રિટેલ રોકાણકાર એટલે RII. બધા IPOમાં તેમના ક્વોટા નક્કી હોય છે. સામાન્ય રીતે, QIB અને HNI છેલ્લા દિવસે પૈસા રોકે છે, એટલા માટે જ પ્રથમ બે દિવસમાં તેમનો હિસ્સો બહુ મુશ્કેલીથી ભરાતો હોય છે. મોટા રોકાણકારો બે દિવસ પહેલાંથી પોતાની રોકડ ફસાવવાથી દૂર રહે છે. HNI દેવું કરીને પૈસા રોકતાં હોય છે, એટલે તેઓ બે દિવસનું વ્યાજ બચાવી લે છે.

જો કોઈ રોકાણકારને એ સમજમાં મુશ્કેલી લાગતી હોય કે, IPO સારો છે કે નહીં, તો તેણે અંતિમ દિવસના સબ્સક્રિપ્શનના આંકડા જોઈને નિર્ણય લેવો જોઈએ. જો ત્રીજા દિવસે મોટા રોકાણકારોએ IPOને સારો પ્રતિસાદ આપ્યો હોય, તો છેલ્લા દિવસના અંતિમ કલાકોમાં IPO માટે અરજી કરવી જોઈએ. આવી રીતે, લિસ્ટિંગના દિવસે તમને કમાણી થવાની સંભાવના વધી જશે. જો તમે IPOમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો, ત્રીજા દિવસે અંતિમ કલાકોમાં અરજી કરો. અરજી કરતાં પહેલાં QIB અને HNI ક્વોટા કેટલો ભરાયો છે, તેની જાણકારી અવશ્ય મેળવી લો. મોટા રોકાણકારોએ સારો પ્રતિસાદ આપ્યો હોય તો જ અરજી કરો.

આ પણ જુઓ

શેરનો ભાવ વધશે કે ઘટશે? કેવી રીતે પડે ખબર?

આ પણ જુઓ

કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ શું હોય છે?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">