MONEY9: મોંઘું થયું પરિવહન, ક્યાં સુધી સહન કરવી પડશે મોંઘવારી?

પેટ્રોલ, ડીઝલ, CNG, ટોલ, ટાયર, વાહનોનો વીમો બધું મોંઘું થઈ જવાથી ટ્રાન્સપોર્ટર્સના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. પરિણામે, ટ્રક, ટેક્સી, કેબ, સ્કૂલવાન, શટલ રિક્ષાનાં ભાડાંમાં વધારો થયો છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 06, 2022 | 4:07 PM

પેટ્રોલ (PETROL), ડીઝલ (DIESEL), CNG, ટોલ, ટાયર, વાહનોનો વીમો બધું મોંઘું થઈ જવાથી ટ્રાન્સપોર્ટર્સ (TRANSPORTATION) ના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. પરિણામે, ટ્રક, ટેક્સી, કેબ, સ્કૂલવાન, શટલ રિક્ષાનાં ભાડાંમાં વધારો થયો છે. મોંઘવારી બેફામ વધી છે.

ઉદાહરણ તરીકે લઇએ તો, રાજકોટમાં રહેતાં રમેશભાઈને દરરોજ કોઈકની સાથે બોલાચાલી થઈ જાય છે, માથાકૂટનું કારણ હોય છે મોંઘવારી. હજુ ગઈ કાલે જ, તેઓ બાળકોના સ્કૂલવેન વાળા ભાઈ સાથે બાખડી પડ્યા. કારણ કે, બે વર્ષ બાદ સ્કૂલો ખૂલતાં જ વેનવાળાએ ભાડું દોઢ ગણું વધારી દીધું છે. અગાઉ એક મહિનાના 1,500 રૂપિયા હતા, હવે સીધા 2,300 રૂપિયા થઈ ગયા છે. આનું કારણ તો, રમેશભાઈને પણ ખબર જ છે, કારણ કે, તેઓ રોજ મની નાઈનના વીડિયો જુએ છે, એટલે સમાચારોની પાછળ છુપાયેલા સમાચારથી પણ માહિતગાર રહે છે.

પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઈન્શ્યોરન્સ, ટોલ, ટાયર બધું જ મોંઘું થઈ ગયું છે, જેનો સીધો સંબંધ ટ્રાન્સપોર્ટ સાથે છે, એટલે ટ્રાન્સપોર્ટનો ધંધો કરનારાએ ભાવ વધારી દીધા છે. હવે, બાળકોને સ્કૂલે મોકલવા અને પોતે ઓફિસે પહોંચવા માટે, અગાઉ કરતાં વધારે ખર્ચ કરવો પડે છે અને રમેશભાઈને આ વધેલા ખર્ચ સામે વાંધો છે.

અરે..! રમેશભાઈને જ નહીં, હું, તમે અને આપણે બધા આ મોંઘવારીનો માર વેઠી રહ્યાં છીએ. ફરક એટલો જ છે કે, આ મોંઘવારીની આગ કોઈકને વધારે આકરી લાગે છે, તો કોઈકને ઓછી. આવું એટલા માટે, કારણ કે, તમે ભલે પેટ્રોલ-ડીઝલનો સીધો ઉપયોગ ના કરો, પરંતુ રાશન તો ખરીદો છો ને? ફળ, શાકભાજી તો લેવા જાવ છો ને? પોતાનું વાહન નહીં હોય, તોપણ ઓટો, ટેક્સી, ઓલા, ઉબરનો તો ઉપયોગ કરો છો ને? મોંઘવારીના જમે આ બધાના ઘર ભાળી લીધા છે. એટલે જ, તો ઉબર ટેક્સીના ભાડાં પણ 15 ટકા વધી ગયા છે.

ફેક્ટરીઓથી નીકળતો સામાન, ખેતરોમાંથી તમારા ઘર સુધી પહોંચતા શાકભાજી, ફળફળાદિ વગેરે જે ટ્રકમાં સવારી કરે છે, તે ટ્રક ચલાવનારે મોંઘું ડીઝલ ખરીદવું પડે છે. ટ્રાન્સપોર્ટર્સના ખર્ચમાં ડીઝલનો હિસ્સો 70 ટકા હોય છે, પરિણામે ડીઝલ મોંઘું થયું એટલે ટ્રાન્સપોર્ટર્સે પણ ભાડાં વધારી દીધા છે. છેલ્લાં એક મહિનામાં ભાડાં પાંચ ટકા સુધી વધ્યા છે. આ ચાર્ટ જોશો તો, નાગપુરની નારંગી અને દક્ષિણના રાજ્યોમાંથી આવતાં નારિયેળના ભાવ કેમ વધ્યા, તે સમજાઈ જશે. આ ભાવ તો 31 માર્ચ સુધીના જ છે અને ભાવ તો ત્યારબાદ પણ વધી જ રહ્યાં છે.

છેલ્લાં પખવાડિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 15 વખત વધ્યા છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 106 રૂપિયા જ્યારે ડીઝલ 97 રૂપિયા થઈ ગયું છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ 121 જ્યારે ડીઝલનો ભાવ 105 રૂપિયા છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં સેન્ચુરી ન લાગી હોય, તેવું ભાગ્યે જ કોઈ શહેર બચ્યું છે. ટ્રાન્સપોર્ટર્સની માંગણી છે કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં રાખે અને તેને જીએસટી હેઠળ સામેલ કરે.

આમ, પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધવાથી મોંઘવારીની તલવાર વધુ ધારદાર થઈ ગઈ છે અને જીવન જીવવાનો ખર્ચ એક બાજુથી નહીં પણ ચારેકોરથી વધી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">