કોરોનાને લઇ RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેન્કોને કરી એલર્ટ , કહ્યું લોન પ્રવાહ જાળવી રાખો

કોરોનાને લઈને RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બેન્કોને એલર્ટ કરવામાં આવી છે. ગવર્નર શક્તિકાંતા દાસે Stressed Sector અને નાના કારોબારિયોઓને લોન આપવાની વાત કરી છે.

  • Ankit Modi
  • Published On - 9:46 AM, 13 Apr 2021
કોરોનાને લઇ RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેન્કોને કરી એલર્ટ , કહ્યું લોન પ્રવાહ જાળવી  રાખો
RBI Governor Shaktikanta Das (File Image)

કોરોનાને લઈને RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બેન્કોને એલર્ટ કરવામાં આવી છે. ગવર્નર શક્તિકાંતા દાસે Stressed Sector અને નાના કારોબારિયોઓને લોન આપવાની વાત કરી છે. સામે  બેન્કોએ રીસ્ટ્રક્ચરિંગના સમય સીમાં વધારવા અને લોકડાઉનના મામલામાં મોરાટોરિયમ જેવી યોજનાની માંગ રાખી છે. RBI અને બેન્કની બેઠક ગઈકાલે મળી હતી જેમાં આ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં બેન્કોએ આરબીઆઈ પાસે માંગ કરી હતી કે માર્ચ સુધીમાં રીસ્ટ્રક્ચરિંગની સમયમર્યાદા જૂન સુધી લંબાવાઈ છે. કોવિડની બીજી લહેરને કેટલાક કિસ્સાઓમાં ફરી રીસ્ટ્રક્ચરિંગની જરૂરત પડી શકે છે. જો લોક ડાઉન વધુ સમય ચાલે અથવા વધુ રાજ્યોમાં લાગૂ થયું તો મોરેટોરિયમ જેવી યોજનાની પણ જરૂર રહેશે.

RBIએ બેન્કોને કહ્યું કે બેન્ક તેમના કામકાજ પર કોવિડથી અસર ન પડે તે માટે ધ્યાન રાખવું જોઈએ. લોનનું પ્રવાહ જાળવો, પૂરતી મૂડી વધારીને બેલેન્સ શીટને મજબૂત બનાવવા માટે આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે ઇકનૉમિક રિવાઇવલ હજી શરૂઆતી તબક્કે છે અને તેને કાયમ રાખવા માટે ઋણ પ્રવાહ વધારો મહત્વપૂર્ણ છે.

સરકારી બેન્કો અને પ્રાઇવેટ બેન્કોના એમડી અને સીઇઓ સાથેની બેઠકમાં દાસે નાણાકીય સ્થિરતા જાળવી રાખતા હાલના સુધારાઓની ગતિ ચાલુ રાખવા માટે કેન્દ્રીય બેન્ક દ્વારા હાલમાં લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગવર્નરે બેન્કોના પેમેન્ટ અને આઇટી સિસ્ટમો પર નજર રાખવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે પ્રણાલીની કાર્યક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાની જરૂરત છે જેથી ગ્રાહકો સરળતાથી સેવા આપી શકાય છે.