નાની લોન સમય પહેલા ભરપાઈ કરવા માટે હવે નહિ ચૂકવવી પડે પ્રિ – પેમેન્ટ પેનલ્ટી, જાણો RBI એ નિયમમાં શું કર્યા ફેરફાર

નાની લોન માટે સમયથી પેહલા ચુકવણી માટે પ્રિ - પેમેન્ટ પેનલ્ટી(Pre-payment penalty)ની વસૂલાત નહિ કરવા જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

  • Publish Date - 8:41 am, Tue, 15 June 21
નાની લોન સમય પહેલા ભરપાઈ કરવા માટે હવે  નહિ ચૂકવવી પડે પ્રિ - પેમેન્ટ પેનલ્ટી, જાણો RBI એ નિયમમાં શું કર્યા ફેરફાર
પ્રતીકાત્મક તસ્વીર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નાની લોન એટલે કે માઇક્રો ફાઇનાન્સ માટે એક નવું માળખું બનાવી રહ્યું છે. આમાં સમયથી પેહલા લોનની ચુકવણી માટે પ્રિ – પેમેન્ટ પેનલ્ટી(Pre-payment penalty)ની વસૂલાત નહિ કરવા જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

સોમવારે કેન્દ્રીય બેંકે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટની કંપનીઓ માટેના સમાન રેગ્યુલેશન અંગેના કન્સલટીવ ડોક્યુમેન્ટ જારી કર્યા છે. આ દસ્તાવેજનો ઉદ્દેશ માઇક્રોફાઇનાન્સમાં સામેલ વિવિધ રેગ્યુલેટેડ લેન્ડર્સ માટે રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં સુધારો કરવાનો છે. રિઝર્વ બેંકે 31 જુલાઇ સુધીમાં કન્સલટીવ ડોક્યુમેન્ટ પર ટિપ્પણીઓ માંગી છે.

લોનની ચુકવણીની મર્યાદા આવક અનુસાર નક્કી કરવામાં આવશે
કન્સલ્ટિંગ પેપરના મુખ્ય મુદ્દાઓમાં તમામ નિયમનકારી સંસ્થાઓ માટે માઇક્રો ફાઇનાન્સ લોન્સની સામાન્ય વ્યાખ્યા, કુટુંબની આવકના ટકાવારી અનુસાર લોનની ચુકવણીની મર્યાદા નક્કી કરવી, કુટુંબની આવકનો અંદાજ લગાવવા માટે નીતિ ઘડવી અને લોનની સમય પહેલા ચુકવણી પર કોઈ પ્રિ પેમેન્ટ દંડ નહિ લેવો શામેલ છે.

NBFC કંપનીઓ માટે માર્ગદર્શિકા જારી થશે
દસ્તાવેજમાં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ માટેની માર્ગદર્શિકા અનુસાર NBFC-MFI માટે પ્રાઇસીંગ ગાઇડલાઇન તૈયાર કરવી, રેગ્યુલેટરી કંપનીઓની વેબસાઇટ્સ પર વધુ પારદર્શિતા અને માઇક્રો ફાઇનાન્સ માટે માઇક્રો ફાઇનાન્સ લોનનીપ્રાઇસીંગ અંગે સરળ ફેક્ટશીટ તૈયાર કરવી. લોનની લઘુત્તમ અને મહત્તમ સરેરાશ વ્યાજ દર દર્શાવવાની દરખાસ્તો છે.

ફીડબેક પછી માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટમાં ફેરફારો થશે
RBIએ આ વર્ષની શરૂઆતમાં વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર એક નિવેદનમાં કહ્યું હતું કે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં વિવિધ નિયમનકારી સંસ્થાઓ માટે સમાન નિયમનકારી માળખું બનાવવાના ઉદ્દેશ સાથે એક કન્સલટીવ ડોક્યુમેન્ટ જારી કરવામાં આવશે. આ દસ્તાવેજ પરના હોદ્દેદારોનો ફીડબેક પ્રાપ્ત કર્યા પછી માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટ માટેના નિયમોમાં બદલાવ આવી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati