હવે પૈસા ઉપાડવા બેન્ક નહિ જવું પડે પણ બેન્કનું ATM ઘરનાં આંગણે આવશે

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેંક (HDFC Bank) એ કોવિડના વધતા જતા કેસો અને લોકડાઉન જેવા નિયંત્રણોના અમલીકરણને ધ્યાનમાં રાખીને 19 શહેરોમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીનો (ATM ) ની સુવિધા શરૂ કરી છે.

  • Ankit Modi
  • Published On - 16:21 PM, 25 Apr 2021
હવે પૈસા ઉપાડવા બેન્ક નહિ જવું પડે પણ બેન્કનું ATM ઘરનાં આંગણે આવશે
Mobile ATM

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેંક (HDFC Bank) એ કોવિડના વધતા જતા કેસો અને લોકડાઉન જેવા નિયંત્રણોના અમલીકરણને ધ્યાનમાં રાખીને 19 શહેરોમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીનો (ATM ) ની સુવિધા શરૂ કરી છે.

બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોબાઇલ એટીએમ(MOBILE ATM )ની સુવિધા હોવાને કારણે સામાન્ય લોકોને કેશ ઉપાડવા માટે તેમના વિસ્તારની બહાર જવું નહીં પડે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15 પ્રકારના વ્યવહાર કરી શકશે.

આ મોબાઈલ એટીએમ વાનમાં લગાડવામાં આવ્યા છે જેને વિવિધ કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવશે. આની મદદથી ગ્રાહકો કોઈપણ અસુવિધા વિના સરળતાથી પૈસા ઉપાડી શકશે. રોકડ ઉપાડ દરમિયાન ચેપ ફેલાવવાથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં સેનિટેશન કરવામાં આવશે. ઉપરાંત બેંક કર્મચારીઓ સહિતના લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે એચડીએફસીએ ગયા વર્ષે પણ આ પ્રકારની સુવિધા આપી હતી.

રોકડ જાળવવાની જવાબદારી
વધુ લોકો મોબાઇલ એટીએમમાંથી રોકડ ઉપાડશે માટે તેમાં પૈસાની કોઈ તંગી ન રહે તે માટે બેંક તેની સંભાળ લેશે. બેંકનો પ્રયાસ એટીએમમાં ​ પૈસા બરાબર રાખવાનો છે. મોબાઇલ એટીએમથી એક દિવસમાં 100-150 ટ્રાન્ઝેક્શન થઈ શકશે.

માસ્ક વિના પૈસા ઉપાડી શકતા નથી
બેંકની આ સુવિધા તે સ્થળોએ ઉપલબ્ધ હશે જે કોવિડથી ભારે અસર કરશે અથવા કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. જ્યાં લોકોને બહાર જવા પર પ્રતિબંધ છે. લોકોની સુવિધા માટે મોબાઈલ એટીએમ લગાવવામાં આવ્યા છે. જે લોકો માસ્ક પહેરી સૅનેટાઇઝ કરે ત્યારબાદ જ રોકડ ઉપાડ કરવા દેવાશે .