MONEY9: વીમામાં રાઇડર જોડવી કે અલગથી વીમો ખરીદવો?

જીવન વીમો આકસ્મિક મૃત્યુના સંજોગોમાં પૉલિસીધારકના પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. પોતાના વીમામાં રાઇડરને જોડતાં પહેલાં જાણો ક્યારે તમને રાઇડરની જરૂરીયાત પડે છે અને ક્યારે નહીં.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:38 PM

MONEY9: જીવન વીમો આકસ્મિક મૃત્યુના સંજોગોમાં પૉલિસીધારક (POLICY HOLDER)ના પરિવારને આર્થિક સુરક્ષા (INSURANCE) આપે છે. પોતાના વીમામાં રાઇડર (RIDER)ને જોડતાં પહેલાં જાણો ક્યારે તમને રાઇડરની જરૂરીયાત પડે છે અને ક્યારે નહીં.

ઉદાહરણ તરીકે જોઇએ તો, જીવન વીમા ખરીદવાની બધી ઔપચારિકતા અતુલે હમણાં જ પુરી કરી છે. પણ ઇન્સ્યોરન્સ બ્રોકર તેમની પૉલિસીમાં રાઇડર જોડવા માટે તલપાપડ થઇ રહ્યો છે. બ્રોકરનું કહેવું છે કે હાલની વીમા પૉલિસીમાં થોડુક વધારે પે કરીને વધારે કવર લઇ શકાશે. હવે અતુલની મુંઝવણ એ છે કે રાઇડર શું કામ જોડવું?

તો આગળ વધીએ તે પહેલાં એ સમજી લઇએ કે શું હોય છે આ રાઇડર? રાઇડર જીવન વીમામાં વધારાની સેવાઓ જોડવાની રીત છે, જેને એડ-ઑન પણ કહેવામાં આવે છે. કોઇ અલગથી પૉલિસી લીધા વગર તમારી હાલની પૉલિસીમાં વીમાનું કવરેજ વધારી શકો છો. રાઇડરમાં દુર્ઘટના, ગંભીર બીમારી કે વિકલાંગતા જેવી મુસીબતોને કવર કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે રાઇડર જોડવાથી તમારા પ્રીમિયમનું મૂલ્ય વધી જશે.

અતુલને પોતાની જરૂરિયાત અને નાણાંકીય ક્ષમતાના આધારે નક્કી કરવું પડશે. કેટલાક રાઇડર કામના હોઇ શકે છે અને કેટલાકની કદાચ જરૂર ન પણ હોય. રાઇડર જે કવર આપે છે તેના માટે અલગથી કવર લઇ શકાય છે. અતુલ જેવા પૉલિસીધારક માટે નવો વીમો લેવા કરતાં ફક્ત રાઇડર લેવું સસ્તું પડશે.

ક્રિટીકલ ઇલનેસ જેવી સ્થિતિ માટે નવું કવર લેશો તો પ્રીમિયમ દર વર્ષે રિવાઇઝ થશે અને ઉંમરની સાથે પ્રીમિયમ પણ વધશે. પરંતુ જો ટર્મ ઇન્સ્યોરન્સની સાથે રાઇડર લેવામાં આવે તો એક ફિકસ્ડ પ્રીમિયમ પર પૂરા ટેન્યોર માટે ગંભીર બીમારીનું કવર મળી જશે. તો શું ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલી ઉદાર થઇ ગઇ છે કે તમને ટર્મ કવરની સાથે ઓછા પ્રીમિયમમાં રાઇડર આપશે? આ રાઇડરને ખરીદતી વખતે જરા સાવધાન રહેજો અથવા તો કહીએ કે જાગતા રહેજો…

32 વર્ષના અતુલ 1 કરોડના જીવન વીમા માટે લગભગ 15,754 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરશે. તેમાં લગભગ 7,777 રૂપિયાનું ક્રિટિકલ ઇલનેસ રાઇડર જોડીને તેમનું કુલ વાર્ષિક પ્રીમિયમ 23,531 રૂપિયાનું થઇ જશે. તો સ્ટેન્ડ એલોન ક્રિટિકલ ઇલનેસ કવર માટે 25,000 સુધી ખર્ચ કરવો પડશે જે વર્ષ દર વર્ષ વધતો રહેશે.

રાઇડર એક નવી પૉલિસીના ખર્ચની સામે સસ્તું લાગે છે. પરંતુ સસ્તું રાઇડર તમને ઘણીરીતે મોંઘુ પડી શકે છે. ઘણી ગંભીર બીમારીઓમાં બચાવ માટે જીવન વીમામાં ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવામાં આવે છે. કેન્સર, હાર્ટ એટેક, શરીર સંબંધિત રોગો, સ્ટ્રોક વગેરે તેમાં સામેલ રહે છે. પરંતુ આ એડ ઓનને પસંદ કરતી વખતે ખાસ એ જોઇ લેવું કે જે કંપની પાસેથી તમે રાઇડર લઇ રહ્યાં છો તેની યાદીમાં શું-શું સામેલ છે. કેમ કે અલગ-અલગ કંપનીઓના ક્રિટિકલ ઇલનેસ કવર અલગ અલગ હોઇ શકે છે. એટલે સમજી લો કે તમને તે રાઇડરમાં શું-શું મળશે. પરંતુ તેનાથી પણ વધારે જરૂરી એ જોવાનું છે કે ક્રિટિકલ ઇલનેસ કયા સ્ટેજ પર કવર થઇ રહ્યું છે. કેમકે રાઇડર એડવાન્સ સ્ટેજવાળી બીમારીઓને ઘણીવાર કવર નથી કરતા.

મોટાભાગના રાઇડર ગંભીર બીમારીને એડવાન્સ સ્ટેજ પર એટલે કે ક્રિટિકલ સ્ટેજ પર જ કવર કરે છે. જો તમે અલગથી કવર લેશો તો દરેક સ્ટેજ પર કવર કરશે. જીવન વીમાના મેચ્યોર થતાં જ ટેન્યોરના પૂરા થતા રાઇડરનો ફાયદો મળવાનું પણ બંધ થઇ જશે. ત્યારે જો કોઇ ગંભીર બીમારીથી લડવાનું કવર જોઇતું હોય તો યાદ રાખો તેની જરૂર ઘડપણમાં વધારે પડશે. અને જો જીવન વીમો સમાપ્ત થતા જો તે પણ બંધ થઇ જાય તો તેનો શું ફાયદો?

એવું નથી કે બધા રાઇડરને તમે નજર અંદાજ કરો. મહિને ફક્ત 100 રૂપિયામાં એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઇડર સારો વિકલ્પ છે. માત્ર 1000 કે 1200 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર તમે તમારા વીમાની રકમને બમણી કરી શકો છો. ઉદાહરણ તરીકે જો અતુલની પાસે 1 કરોડનું જીવન વીમા કવર છે અને તેણે અલગથી 1 કરોડનું દુર્ઘટના કવર લીધું છે તો દુર્ઘટનાના કારણે મૃત્યુ થવાના સંજોગોમાં તેમના પરિવારને બે કરોડનો વીમો મળી જશે.

ધ્યાન રાખો
સામાન્ય રીતે રાઇડરની કિંમત તમારા મૂળ કવરના કુલ પ્રીમિયમના લગભગ 5 થી 10 ટકા હોય છે. તમે ગમે તેટલા રાઇડર તમારા વીમામાં જોડી શકો છો. પરંતુ બધા રાઇડર્સ પર પ્રીમિયમ તમારા મુળ પ્રીમિયમના 30 ટકાથી વધારે ન હોવું જોઇએ. જો કે ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ઘણાંબધા રાઇડર્સ લો છો તો પ્રીમિયમની રકમ પણ વધી જાય છે. અને તે તમારા ખિસ્સાનો ભાર વધારી શકે છે.

મની9ની સલાહ

મોટાભાગના રાઇડર સસ્તા હોય છે. કોઇ નવી પૉલિસી ખરીદ્યા વગર થોડુક વધારે પ્રીમિયમ ચુકવીને તમે વીમા સુરક્ષા ખરીદી શકો છો. બજારમાં અનેક પ્રકારના રાઇડર ઉપલબ્ધ છે. રાઇડર ખરીદતાં પહેલાં પોતાની જરૂરિયાતોને સમજો અને તેનું મુલ્યાંકન કરીને જ રાઇડર પસંદ કરો. વીમા એજન્ટ અને બ્રોકરનું ચાલે તો તે 10 રાઇડર વેચી દે પરંતુ શું તમને તેની ખરેખર જરૂર છે? જેમકે તમે એવી નોકરી કરો છો જ્યાં તમારે રોડ કે હવાઇ મુસાફરી કરવી પડે છે તો વધારાની સુરક્ષા માટે એક્સિડેન્ટલ વીમાનું રાઇડર લઇ શકો છો. પરંતુ જ્યાં સુધી ક્રિટિકલ ઇલનેસ રાઇડરની વાત છે તો તેમાં એક અલગ વીમો લેવામાં વધારે સમજદારી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">