INCOME TAX વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 25301 કરોડ રિફંડ કર્યા, શું તમને મળ્યું તમારું રિફંડ ?
આવકવેરા વિભાગે એક યાદીમાં જણાવ્યું હતું કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.45 લાખ કરદાતાઓને 25,301 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. રિફંડ થયેલ કુલ રકમમાંથી રૂ. 7,494 કરોડ વ્યક્તિગત આવકવેરાના હેઠળ 15 લાખથી વધુ કરદાતાઓને જ્યારે કંપની વેરા હેઠળના 44,140 કરદાતાઓને રૂ. 17,807 કરોડ ચૂકવવામાં આવ્યા છે. Web Stories View more SBI પાસેથી […]
આવકવેરા વિભાગે એક યાદીમાં જણાવ્યું હતું કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.45 લાખ કરદાતાઓને 25,301 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. રિફંડ થયેલ કુલ રકમમાંથી રૂ. 7,494 કરોડ વ્યક્તિગત આવકવેરાના હેઠળ 15 લાખથી વધુ કરદાતાઓને જ્યારે કંપની વેરા હેઠળના 44,140 કરદાતાઓને રૂ. 17,807 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
CBDT issues refunds of over Rs. 25,301 crore to more than 15.45 lakh taxpayers between 1st April, 2021 to 24th May, 2021. Income tax refunds of Rs. 7,494 crore have been issued in 15,00,397 cases & corporate tax refunds of Rs. 17,807 crore have been issued in 44,140 cases.
— Income Tax India (@IncomeTaxIndia) May 26, 2021
આવકવેરા વિભાગે ટ્વિટર પર લખ્યું છે, “સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 1 એપ્રિલ 2021 થી 24 મે 2021 સુધીમાં 15.45 લાખથી વધુ કરદાતાઓને 25,301 કરોડ રૂપિયાથી વધુ પરત આપ્યા છે”. આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી નથી કે આ રકમ કયા નાણાકીય વર્ષ સાથે સંકળાયેલી છે. જો કે, એવું માનવામાં આવે છે કે રિફંડ નાણાકીય વર્ષ 2019-20 માટે ભરવામાં આવેલા ટેક્સ રીટર્નથી સંબંધિત છે.
પાછલા નાણાકીય વર્ષમાં વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યા હતા. 2020-21 નાણાકીય વર્ષમાં કરદાતાઓને પરત કરાયેલી રકમ 2019-20 માં પરત કરવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયા કરતા 43.2 ટકા વધારે છે.
તમે રીફંડની સ્થિતિ આ રીતે તપાસી શકો છો
>> આ માટે તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. અહીં તમે તમારૂ પોર્ટલ લોગ ઇન કરો. પોર્ટલ લોગ ઈન માટે તમારે તમારો પાન નંબર, ઇ-ફાઇલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવો પડશે. >> તમારી પોર્ટલ પ્રોફાઇલ ખુલ્યા બાદ તમારેView returns/forms’ પર ક્લિક કરવું પડશે. >> આગલા સ્ટેપમાં તમે ‘Income Tax Returns’ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી સબમિટ કરશો. હાયપરલિંક એક્નોલેજ નંબર પર ક્લિક કર્યા પછી નવી સ્ક્રીન ખુલશે. >> આ સ્ક્રીન પર તમને ફાઇલિંગ, પ્રોસેસ ટેક્સ રીટર્નની સમયમર્યાદા વિશેની માહિતી મળશે. તેમાં ફાઇલિંગની તારીખ, રિટર્નની પુષ્ટિની તારીખ, પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ, રિફંડ આપવાની તારીખ અને ચુકવણી રિફંડ વિશેની માહિતી શામેલ હશે. >> જો તમારો ટેક્સ રિફંડ નિષ્ફળ જાય છે તો પછી આ સ્ક્રીન પર તમને જણાવવામાં આવશે કે તમારા દ્વારા ફાઇલ કરાયેલ રીટર્ન નિષ્ફળ થયું છે.