NPS : ઘડપણની આર્થિક સમસ્યાની ચિંતા સતાવી રહી છે ? દરરોજના 74 રૂપિયાનું રોકાણ તમને કરોડપતિ બનાવશે , જાણો કઈ રીતે?

દરેક નોકરીયાત વ્યક્તિ નિવૃત્તિની નજીકના સમયને ચિંતામુક્ત ઈચ્છે છે. આ જીવનમાં પૈસાની કમી ન હોય તો બાળકો અથવા સંબંધીઓ સામે હાથ ફેલાવવો ન પડે.

NPS : ઘડપણની આર્થિક સમસ્યાની ચિંતા સતાવી રહી છે ? દરરોજના 74  રૂપિયાનું રોકાણ તમને કરોડપતિ બનાવશે , જાણો કઈ રીતે?
દરરોજનું 74 રૂપિયાનું રોકાણ તમને કરોડ પતિ બનાવી શકે છે.
Follow Us:
| Updated on: May 14, 2021 | 7:55 AM

દરેક નોકરીયાત વ્યક્તિ નિવૃત્તિની નજીકના સમયને ચિંતામુક્ત ઈચ્છે છે. આ જીવનમાં પૈસાની કમી ન હોય તો બાળકો અથવા સંબંધીઓ સામે હાથ ફેલાવવો ન પડે. નોકરી કરનાર દરેકને તેના એ ચિંતા રહેતી હોય છે કે નિવૃત્તિ સુધી તેણે ખુબ પૈસા જમા કરવા જોઈએ.

દરરોજ 74 રૂપિયા જમા કરો અમે નોકરિયાતોને આ ચિંતામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવી રહ્યા છીએ. એવા રોકાણો પણ છે કે જ્યાં તમે દરરોજ માત્ર 74 રૂપિયા જમા કરશો તો નિવૃત્તિ પછી તમે કરોડપતિ બની શકો છો. નિવૃત્તિ પછી મોટું ભંડોળ મેળવવા માટે તમારી પાસે રોકાણ માટે ઘણા વિકલ્પો છે. જમશેદપુરના જાણીતા ફાઇનાન્સ નિષ્ણાત અનિલ ગુપ્તાનું માનવું છે કે રાષ્ટ્રીય પેન્શન યોજના શ્રેષ્ઠ છે. નિવૃત્તિ પછી NPS તમને કરોડપતિ બનાવી શકે છે. અનિલ ગુપ્તા કહે છે આ યોજનાની વિશેષતા એ છે કે તમારે તેમાં કોઈ મોટી રકમ જમા કરવાની જરૂર નથી. તમે દર મહિને તેમાં થોડી રકમ જમા કરીને કરોડપતિ બની શકો છો.

આ રીતે બનો કરોડપતિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તમારે દર મહિને NPSમાં 2220 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે, દૈનિક ધોરણે દરરોજ ફક્ત 74 રૂપિયા રોકાણ કરવાનું છે. આ નાનું રોકાણ 40 વર્ષમાં 10.65 લાખ રૂપિયા થઈ જશે. ધારો કે તમને આ રોકાણ પર નવ ટકા વળતર મળી રહ્યું છે તો આ સ્થિતિમાં મેચ્યોરિટી સમયે તમને કુલ 1.02 કરોડ રૂપિયા મળશે. તેની અન્ય વિશેષતા એ છે કે તમને ટેક્સ છૂટ પણ મળશે. આ 40 વર્ષોમાં તમે લગભગ 3.31 લાખનો ટેક્સ પણ બચાવશો.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

60 ટકા પૈસા ઉપાડવાની પરવાનગી 40 વર્ષ પછી તમે એક જ સમયે 1.02 કરોડ રૂપિયા ઉપાડી શકતા નથી. તમારા રોકાણ કરેલા નાણાં અને મેચ્યોરિટીમાંથી માત્ર 60 ટકા જ લઈ શકાય છે. બાકીના 40 ટકા રકમ રકમ વાર્ષિકી યોજનામાં જમા કરવામાં આવશે, જેમાંથી તમને પેન્શન મળશે. આ રીતે, તમે તમારા ખાતામાંથી ફક્ત 61.59 લાખ જ ઉપાડી શકો છો. બાકીના 41 લાખ રૂપિયા વાર્ષિકી યોજનામાં જશે. આ 40 ટકા બેલેન્સ સાથે નિવૃત્તિ પછી તમને દર મહિને 27000 રૂપિયા મળે છે. આ રકમ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.

ઘરે બેઠા NPS ખાતું ખોલઈ શકાય છે NPS ખાતું ખોલવા માટે ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા NPS ખાતું ખોલી શકો છો. આ માટે કોઈપણ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન સબ્સ્ક્રાઇબ કરવું પડશે, રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે વર્ચુઅલ આઈડી નંબર દાખલ કરો, ત્રીજા સ્ટેપમાં તમને રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી મળશે. પછી એક્નોલેજ નંબર બનાવો અને આ પછી તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો. આ પછી PRAN નંબર મેળવો અને લોગ ઇન કરો.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">