અમેરિકા ના એક નિવેદનથી હવામાં ઉડતો BITCOIN જમીન પર પટકાયો, જાણો શું છે મામલો અને મૂલ્ય કેટલું ઘટ્યું?

બિટકોઇન(Bitcoin)ના ભાવ દરરોજ નવા વિક્રમો સ્થાપિત કરવા માટે જાણીતા છે. આ ક્રિપ્ટોકરન્સીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 700 ટકાથી વધુ વળતર આપ્યું છે જોકે અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના નિવેદને બિટકોઈનને આસમાનથી જમીન ઉપર પટકી દીધો છે.

અમેરિકા ના એક નિવેદનથી હવામાં ઉડતો BITCOIN જમીન પર પટકાયો, જાણો શું છે મામલો અને મૂલ્ય કેટલું ઘટ્યું?
અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના નિવેદને બિટકોઈન 15% તૂટ્યો છે.
Follow Us:
| Updated on: Mar 26, 2021 | 7:37 AM

બિટકોઇન(Bitcoin)ના ભાવ દરરોજ નવા વિક્રમો સ્થાપિત કરવા માટે જાણીતા છે. આ ક્રિપ્ટોકરન્સીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 700 ટકાથી વધુ વળતર આપ્યું છે જોકે અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના નિવેદને બિટકોઈનને આસમાનથી જમીન ઉપર પટકી દીધો છે. પોવેલના નિવેદન પછી એક ઝટકામાં બિટકોઇનના મૂલ્યમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે બપોરે બિટકોઇનનો ભાવ 15 ટકા ઘટીને 52,250 ડોલર સુધી સરકી ગયો હતો.

અમેરિકન ફેડરલ રિઝર્વ જેરોમ પોવેલે બિટકોઇન વિશે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી ડોલરના બદલે સોનાનો વિકલ્પ હોઈ શકે છે.

બિટકોઇનના મૂલ્યમાં 15 ટકાનો ઘટાડો અમેરિકન ફેડરલ રિઝર્વ અધ્યક્ષના આ નિવેદન પછી બિટકોઇનના ભાવમાં તુરંત જ 4.7 ટકાનો ઘટાડો થયો હતો અને ગુરુવાર બપોર સુધીમાં કિંમતોમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો . મૂલ્ય 52,250 સુધી સરક્યું હતું. જોકે આ ઘટાડા પછી પણબિટકોઇનની કિંમત પાછલા વર્ષ કરતા 700 ટકા વધારે છે.

પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?

બુધવારે કિંમતોમાં વધારો થયો હતો અગાઉ ટેસ્લાના વડા એલોન મસ્કના નિવેદન પછી બિટકોઇનના ભાવમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. એલોન મસ્કએ કહ્યું હતું કે ગ્રાહકો બિટકોઇનથી ટેસ્લા વાહનો ખરીદી શકે છે. એટલે કે, ગ્રાહકો બીટકોઇન્સ આપીને ટેસ્લા કાર ખરીદી શકે છે. આ નિવેદન બાદ, બિટકોઇન તેમજ ટેસ્લા કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.

અન્ય ક્રિપ્ટો કરન્સી પણ ગગડી બિટકોઇનની સાથે અન્ય ક્રિપ્ટોક્યુરન્સીઝના ભાવમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને Ethereum, XRP, Stellar અને Chainlink જેવી કરન્સીમાં લગભગ 7.45 ટકાનો ઘટાડો થયો છે. જો બજારના નિષ્ણાંતોનું માનવું હોય તો આગામી દિવસોમાં પણ બિટકોઇનના ભાવમાં વધઘટ ચાલુ રહી શકે છે.

બિટકોઈનમાં અવિશ્વાસ દેશ અને વિશ્વના મોટા રોકાણકારોએ બિટકોઇનના જોખમ અંગે સાવધ રહેવા નિવેદનો આપ્યા છે. ભારતના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે તેમણે બિટકોઇનમાં પણ રોકાણ કર્યું નથી અને તે કરવાનું વિચારી રહ્યો પણ નથી . વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટે પણ બિટકોઇન વિશે કહ્યું છે કે બિટકોઇનનું રોકાણ કરવું જોખમી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">