નાણાકીય નીતિ સમિતિની બેઠક પૂર્ણ : રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર નહીં

નાણાકીય નીતિ સમિતિની બેઠક પૂર્ણ : રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર નહીં
Shaktikanta Das - Governer , RBI

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શશીકાંત દાસએ નીતિગત દર અંગે નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરી રહ્યા છે.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Feb 05, 2021 | 10:55 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શશીકાંત દાસએ નીતિગત દર અંગે નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરી છે. દાસની આગેવાનીવાળી નાણાકીય નીતિ સમિતિની ત્રિદિવસીય બેઠક બુધવારે શરૂ થઈ હતી. આ બેઠકમાં અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ, પ્રવાહિતાની સ્થિતિ અને અન્ય મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. RBI ની MPCની બેઠકમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ અને સીઆરઆર જેવા મુખ્ય નીતિ દરોની સમીક્ષા કરવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે.

શશીકાંત દાસે બેઠક બાદ રેપોરેટ સહીત વ્યાજ દરોમાં કોઈ બદલાવ નહિ કરવાના નિર્ણય સાથે આ મુદ્દાઓ પર ભાર આપ્યો હતો

>> RBI ના ગવર્નરે સંતોષ વ્યક્ત કર્યો હતો કેમોંઘવારીનો દર છ ટકાના ટોલરન્સ સ્તર પર આવી ગયો છે.

>> તેમણે કહ્યું હતું કે રિકવરીના સંકેતોમાં સુધારો થયો છે અને જે ક્ષેત્રમાં વસ્તુઓ સામાન્ય બની છે તેની સંખ્યામાં વધારો થયો છે.

>> દાસે કહ્યું કે વૃદ્ધિના નોંધપાત્ર સુધારો દેખાયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમયે વિકાસને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

>> આરબીઆઈના ગવર્નર પોલિસી રેટની જાહેરાત કરતી વખતે સેન્સેક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે બીએસઈ સેન્સેક્સ 51,000 પોઇન્ટની સપાટીથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે.

>> આરબીઆઇના ગવર્નરે પોતાના નીતિવિષયક નિવેદનની શરૂઆતમાં કહ્યું હતું કે એમપીસીએ સર્વાનુમતે રેપો રેટ ચાર ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો.

>> નાણાકીય વલણને ‘ઉદાર’ રાખવામાં આવ્યું છે.

>> વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4% ટકા રહેશે

>> રિવર્સ રેપો રેટ રેટ 3.35% રખાયો છે

>> નાણાંકીય નીતિ સમિતિની બેઠક 3, 4 અને 5 ફેબ્રુઆરીએ મળી હતી. મીટિંગમાં નીતિગત દર ચાર ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati