આશરે 10 વર્ષ પછી નવા સિક્કા બજારમાં આવી રહ્યા છે. મોદી સરકારે રૂ. 20ના નવા સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. જે 12 કિનાર વાળો બહુભુજ આકારનો હશે. જેનો વ્યાસ 27 મીલિમીટર અને વજન 8.54 ગ્રામ હશે. નાણા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
20 ના નવા સિક્કામાં બહારની રિંગ પર 65 ટકા હિસ્સો તાંબુ, 15 ટકા હિસ્સો ઝિંક અને 20 ટકા નિકલ હશે અને આંતરિક રિંગમાં 75 ટકા હિસ્સો તાંબુ, 20 ટકા ઝિંક અને 5 ટકા નિકલ હશે.
#Delhi: Prime Minister Narendra Modi releases visually-challenged friendly new series circulation coins of different denominations, #TV9News pic.twitter.com/2XNEXQ0kf1
— Tv9 Gujarati (@tv9gujarati) March 7, 2019
સિક્કાની એકબાજુ પર મૂલ્ય ’20’ અંકિત હશે. તેની ઉપર રૂપિયાનું ચિહ્ન હશે. આ ઉપરાંત તેના પર અનાજને પણ અંકિત કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર 1,2,5 અને 10 રૂપિયાની નવી સિરિઝના સિક્કા જારી કરશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ 10 રૂપિયાનો સિક્કો 2009માં જારી કર્યો હતો.
આ પણ વાંચો : BREAKING NEWS: જમ્મુ કાશ્મીરમાં બસ પર ગ્રેનેડથી આતંકી હુમલો, 18 લોકો ઇજાગ્રસ્ત
સિક્કાની સામેના હિસ્સા પર અશોક સ્તંભનું નિશાન અંકિત હશે અને નીચે ‘સત્યમેવ જયતે’ લખ્યું હશે. ડાબા હિસ્સામાં ‘ભારત’ અને જમણા હિસ્સામાં ‘INDIA’ અંકિત હશે.
2009માં રૂ.10 ના સિક્કા પછી નવા નવા વિવિધ ડિઝાઇન સામે આવ્યા હતાં પરંતુ એક પણ ફાઇનલ ન થયા હતા. આ નવા સિક્કાને અંધ લોકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ગત વર્ષે જ RBI દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં 14 પ્રકારના સિક્કાને લીગલ ટેન્ડર જાહેર કરવાની વાત કરી હતી.