M&Mના Q4 નફામાં પાંચ ગણો ઉછાળો, નફો 1,192 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં પણ 28 ટકાનો વધારો

કંપનીના બોર્ડે તેના રોકાણકારો (investors) માટે શેર દીઠ 11.55 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તે જ સમયે, કંપનીના જણાવ્યા અનુસાર, ચોથા ક્વાર્ટરમાં સેમિકન્ડક્ટર્સની સપ્લાયમાં સુધારો થયો છે.

M&Mના Q4 નફામાં પાંચ ગણો ઉછાળો, નફો 1,192 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં પણ 28 ટકાનો વધારો
Sharp rise in Mahindra & Mahindra's Q4 profit (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 5:50 PM

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)એ શનિવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર (Quarterly Results) કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો સ્ટેન્ડઅલોન પ્રોફીટ લગભગ પાંચ ગણો વધીને 1,192 કરોડ રૂપિયા થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં 245 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. પ્રોફીટમાં આ ઉછાળો એક્સેપ્શનલ આઈટમને કારણે નોંધાયો છે. જો આ ગણતરી ન કરવામાં આવે તો કંપનીનો નફો (Q4 net Profit) ગયા વર્ષની સરખામણીમાં 17 ટકા વધ્યો છે. એક્સેપ્શનલ આઈટમને બાદ કરતાં ગયા વર્ષે કંપનીનો નફો 998 કરોડ રૂપિયા હતો.

જ્યારે માર્ચ ક્વાર્ટર 2020-21માં 13,356 કરોડ રૂપિયાની તુલનામાં કંપનીની આવક 28 ટકા વધીને 17,124 કરોડ રૂપિયા થઈ છે. આ સમગ્ર નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 4,935 કરોડ રૂપિયાનો સ્ટેન્ડઅલોન પ્રોફીટ નોંધાવ્યો હતો, જ્યારે 31 માર્ચ, 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીએ 984 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

કેવું રહ્યું સેગમેન્ટ પ્રદર્શન?

મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાએ જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 22 માટે ઓટો અને ફાર્મ સેગમેન્ટ માટે 55,300 કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી વધુ સ્ટેન્ડઅલોન કમાણી હાંસલ કરી છે, જે પાછલા વર્ષની તુલનામાં 29 ટકા વધુ છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તેના ઓટો સેગમેન્ટે Q4માં સૌથી વધુ ત્રિમાસિક યુવી (યુટિલિટી વ્હીકલ) વોલ્યુમ્સ ડિલિવર કર્યા હતા, જેમાં વાર્ષિક ધોરણે 42 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે FY22 માટે ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટર (FES) ટ્રેક્ટરનો બજાર હિસ્સો 40 ટકા હતો, જેમાં વાર્ષિક ધોરણે લગભગ 2 ટકાનો વધારો નોંધાયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઓટો નિકાસમાં પણ પાછલા નાણાકીય વર્ષમાં 77 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, કંપનીના જણાવ્યા અનુસાર 17,500 ટ્રેક્ટરની નિકાસ સાથે વૃદ્ધિ 66 ટકા હતી. કંપનીએ માહિતી આપી હતી કે Q4માં સેમિકન્ડક્ટર સપ્લાયમાં સુધારો થયો છે, જેના પરિણામે કંપનીએ કોઈપણ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ યુવી વોલ્યુમ નોંધાવ્યું છે.

આગામી સમયમાં વધુ વૃદ્ધિની અપેક્ષા

M&Mના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અનીશ શાહે જણાવ્યું હતું કે “કોવિડ, કોમોડિટીની કિંમતો, સેમિકન્ડક્ટરની અછત અને યુક્રેન સંઘર્ષ જેવા વિવિધ પડકારો છતાં અમે મજબૂત પ્રદર્શન કર્યું છે અને અમારી તમામ કંપનીઓ વિકાસની તકોનો લાભ લેવાની સ્થિતિમાં છે. તેમના મતે ઓટોમોટિવ પ્રોડક્ટ પોર્ટફોલિયોની માંગ મજબૂત છે. આ સાથે કંપનીના બોર્ડે તેના રોકાણકારો માટે શેર દીઠ 11.55 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">