માઈક્રોસોફ્ટના સીઈઓ Satya Nadelaને મળ્યો પ્રતિષ્ઠિત સીકે ​​પ્રહલાદ એવોર્ડ, જાણો શા માટે મળ્યુ છે આ સન્માન

વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે આ વર્ષે જૂનમાં સત્ય નડેલાને તેના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય મૂળના નડેલા છેલ્લા 7 વર્ષથી કંપનીના સીઈઓ છે.

માઈક્રોસોફ્ટના સીઈઓ Satya Nadelaને મળ્યો પ્રતિષ્ઠિત સીકે ​​પ્રહલાદ એવોર્ડ, જાણો શા માટે મળ્યુ છે આ સન્માન
આ પહેલા નડેલાને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય-અમેરિકન પ્રહલાદનું સન્માન કરવા માટે કોર્પોરેટ ઇકો ફોરમ (CEF) ની વિનંતી પર 2010 માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. માઈક્રોસોફ્ટના ચાર ટોચના સભ્યો – નડેલા, કંપનીના પ્રમુખ અને ઉપપ્રમુખ બ્રેડ સ્મિથ, મુખ્ય નાણાકીય અધિકારી એમી હૂડ અને મુખ્ય પર્યાવરણીય અધિકારી લુકાસ જોપ્પાને – માઈક્રોસોફ્ટને 2030 સુધીમાં કાર્બન નેગેટિવ કંપનીમાં ફેરવવાના લક્ષ્ય તરફ કામ કરવા બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પહેલા પણ ઘણા એવોર્ડ મળ્યા છે

CEF ના સ્થાપક એમઆર રંગસ્વામીએ કહ્યું કે નડેલા, હૂડ, સ્મિથ અને જોપાએ નોંધપાત્ર કામ કર્યું છે. સીઈઓ/ચેરમેન/સીએફઓ/પર્યાવરણીય અધિકારીનું આવું જોડાણ આપણે પહેલી વાર જોયું છે. વાર્ષિક નેતૃત્વ સમિટ દરમિયાન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.

આ પહેલા નડેલાને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2019 માં, તેમને ફાઇનાન્શિયલ ટાઇમ્સ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, વર્ષ 2020 માં, તેમને ગ્લોબલ ઇન્ડિયન બિઝનેસ આઇકોનનું સન્માન પણ આપવામાં આવ્યું છે.

જૂનમાં કંપનીના ચેરમેન બન્યા

વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે આ વર્ષે જૂનમાં ચેરમેન તરીકે સત્ય નડેલાની નિમણૂક કરી છે. ભારતીય મૂળના નડેલા છેલ્લા 7 વર્ષથી કંપનીના સીઈઓ છે. નાડેલાના નેતૃત્વમાં કંપનીએ નવી ઉચાઈઓ હાંસિલ કરી છે અને તેમને ચેરમેન બનાવીને તેમને પુરસ્કાર આપવામાં આવ્યા છે. સત્ય નડેલાએ જ્હોન થોમસનની જગ્યા લીધી છે. થોમસન ફરી એકવાર મુખ્ય સ્વતંત્ર નિર્દેશકની ભૂમિકામાં પાછા ફર્યા. થોમસનને 2014 માં ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ ભૂમિકામાં, નડેલા બોર્ડ માટે એજન્ડા-નક્કી કરવાના કાર્યનું નેતૃત્વ કરશે, યોગ્ય વ્યૂહાત્મક અવસરોનો લાભ મેળવવા અને મુખ્ય જોખમોને ઓળખવા અને તેમની અસર ઘટાડવા માટે અમારી પોતાની ઉંડી વ્યાપારિક સમજણનો લાભ ઉઠાવશે.

વર્ષ 2014 માં બન્યા માઈક્રોસોફ્ટના સીઈઓ

નાડેલાને વર્ષ 2014 માં માઈક્રોસોફ્ટના CEO બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમણે આ પદ સંભાળ્યું ત્યારે કંપની ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી. નાડેલાએ માઈક્રોસોફ્ટને ફક્ત આ મુશ્કેલીઓમાંથી બહાર જ ન કાઢી પણ તેને નવી ઉંચાઈઓ પર લઈ ગયા. તેમણે ક્લાઉડ કમ્પ્યુટિંગ, મોબાઈલ એપ્લીકેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નડેલાએ 2019 માં 42.90 મિલિયન ડોલર (આશરે 316 કરોડ રૂપિયા) ની કમાણી કરી હતી, જે અગાઉના નાણાકીય વર્ષ કરતા 65 ટકા વધુ હતી.

આ પણ વાંચો :  મહિલાઓ માટે અગત્યની વાત : આ 5 મહત્વના દસ્તાવેજો ધ્યાનમાં રાખજો, તકલીફના સમયમાં આશીર્વાદરૂપ સાબિત થશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati