કોરોનાના કહેર છતાં TCS એ તગડો નફો કર્યો, દેશની સૌથી મોટી IT કંપનીના નફામાં 15% નો વધારો

દેશની સૌથી મોટી IT કંપની ટીસીએસ(TCS)એ કોરોના પછી પણ 15 ટકાનો મજબૂત નફો કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 14.9 ટકા વધીને 9246 કરોડ રૂપિયા થયો છે.

  • Ankit Modi
  • Published On - 8:59 AM, 13 Apr 2021
કોરોનાના કહેર છતાં TCS એ તગડો નફો કર્યો, દેશની સૌથી મોટી IT  કંપનીના નફામાં 15% નો વધારો
Tata Consultancy Service

દેશની સૌથી મોટી IT કંપની ટીસીએસ(TCS)એ કોરોના પછી પણ 15 ટકાનો મજબૂત નફો કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 14.9 ટકા વધીને 9246 કરોડ રૂપિયા થયો છે. કોરોના યુગ દરમિયાન ડિજિટલ સેવાઓની માંગમાં વધારો થયો છે જેના ફાયદા કંપનીના પરિણામો પર જોવા મળ્યા છે.

ચોખ્ખો નફો ઉપરાંત કંપનીની આવકમાં પણ વધારો થયો છે.આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં 9.4 ટકાનો વિકાસ નોંધાવ્યો છે અને 43,705 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીએ પરિણામ સાથે શેરધારકોને 15 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

ડિજિટલ સેવાઓમાં તેજીનો લાભ મળ્યો
ગયા વર્ષે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી દેશમાં ડિજિટલ સેવાઓમાં ઘણો વિકાસ થયો છે. TCSને ડિજિટલ સેવાઓમાં તેજીનો લાભ મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ ઓપરેટિંગ માર્જિન પાછલા ક્વાર્ટર કરતા 2 બેસિસ પોઇન્ટ વધીને 26.8 ટકા થયું છે. તે એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળા કરતા 170 બેસિસ પોઇન્ટ વધારે હતો. બજારના નિષ્ણાતો આશા રાખી રહ્યા હતા કે કંપનીનો નફો વધુ સારો થશે. જો કે પરિણામ પહેલા કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ટ્રેડિંગ સેશનમાં TCSના શેર 2.17 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

પ્રદર્શનથી સંતુષ્ટ છે મેનેજમેન્ટ
કોરોના પછી પણ કંપનીનું મેનેજમેન્ટ કંપનીના પ્રદર્શનથી સંતુષ્ટ છે. TCSના CEO સીઓ એન ગણપતિએ BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીની આવક અને માર્જીન મોરચે વધુ સારા પ્રદર્શન સાથે કંપનીએ નાણાકીય વર્ષ 2021 ક્લોસિંગ સારા કાર્ય તે સારી બાબત છે. આ ઉપરાંત, આ ક્વાર્ટર દરમિયાન કંપનીએ 9.2 અબજ ડોલરનો સોદો પણ કર્યો છે, જે કોઈપણ ક્વાર્ટરના ઓર્ડરની દ્રષ્ટિએ સૌથી વધુ છે. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ટીસીએસની કન્સોલિડેટેડ આવક 4.6 ટકા વધી રૂ 1.6 લાખ કરોડ અને નફો 33888 કરોડ થયો છે.