Stock Market : પ્રારંભિક નરમાશના કારણે SENSEX  52,394 સુધી સરક્યો, ADANI ના શેર આજે પણ તૂટયાં

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેરબજાર(Stock Market)માં ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. આજે સેન્સેક્સ(Sensex) 379.73 પોઇન્ટ અને નિફ્ટી(Nifty) 119.25 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યા છે.

Stock Market : પ્રારંભિક નરમાશના કારણે SENSEX  52,394 સુધી સરક્યો, ADANI ના શેર આજે પણ તૂટયાં
symbolic image
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 10:19 AM

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેરબજાર(Stock Market)માં ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. આજે સેન્સેક્સ(Sensex) 379.73 પોઇન્ટ અને નિફ્ટી(Nifty) 119.25 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યા છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ શેરબજાર અડધા ટકાથી વધારે ઘટાડો દર્જ કરી બંધ થયું હતું. Adani Group ની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં આજે પણ ઘટાડો દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં 2.5%, અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડમાં 1.5%, અદાણી પાવર લિમિટેડમાં 5%, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડમાં 5%, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં 5% અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 5% ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગ્રુપના રોકાણકાર FDI ના ખાતા ફ્રીઝ થવાના અહેવાલ શેર સતત ગગડી રહ્યો છે.

NSE ના પ્રોવિઝનલ ડેટા મુજબ 16 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 870.29 કરોડના શેર અને ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ 874.20 કરોડના શેર ખરીદ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બુધવારે લાલ નિશાન નીચે બંધ થયું હતું બજાર ગઈકાલે કારોબારના અંતે સેન્સેક્સ 271 અંક તૂટીને 52,501 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સએ 101 પોઇન્ટ ઘટાડો દર્જ કરી 15,767 ની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યો હતો.આજના કારોબાર દરમ્યાન સરકારી બેંક અને રિયલ્ટી શેરોમાં વેચવાલીની અસર દેખાઈ હતી . જોકે એફએમસીજી અને આઈટી ક્ષેત્રે થોડી ખરીદી પણ થઇ હતી.

આજના કારોબારની હાઇલાઇટ્સ આજના કારોબારી સત્રમાં બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,099.72 પર નીચલા સ્તરે જોવા મળ્યું હતું જ્યારે નિફ્ટીએ 15,644.70 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી ઘટાડાની નબળાઈ નોંધવામાં આવી હતી. SENSEX Open    52,122.25 High    52,394.95 Low     52,099.72

NIFTY Open   15,648.30 High    15,734.25 Low     15,644.70

શું છે અન્ય સૂચકઆકની સ્થિતિ સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા નજીક નબળાઈ દેખાડી રહ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પોણા ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">