Stock Market : સતત બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ, SENSEX 52,152 સુધી ઉછળ્યો

બે દિવસની નરમાશ બાદ શેરમાર્કેટ(Stock Market) માં આજે પ્રારંભિક કારોબારમાં સારી ખરીદી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબાર બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

Stock Market : સતત બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ, SENSEX 52,152 સુધી ઉછળ્યો
Stock Market
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 10:15 AM

બે દિવસની નરમાશ બાદ શેરમાર્કેટ(Stock Market) માં આજે પ્રારંભિક કારોબારમાં સારી ખરીદી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબાર બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 52,150 ની ઉપર પહોંચ્યો હતો . એનએસઈ નિફ્ટી 15,700 ના સ્તરને નોંધાવી આગળ વધી રહ્યો છે. નિફ્ટીના મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ – સવારે 10.10 વાગે  બજાર         સૂચકઆંક             વધારો સેન્સેક્સ      52,094.66    +153.02  નિફટી        15,691.50      +56.15 

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગઈકાલે કારોબારના અંતે સેન્સેક્સ 333 અંક મુજબ 0.64% નીચે 51,941 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડેક્સમાં 730 પોઇન્ટનો ઉતાર – ચઢાવ દેખાયો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં 104 અંક એટલે કે 0.67% ઘટાડો થયો હતો. સૂચકઆંક 15,635 પોઇન્ટ સુધી ગગડીને બંધ થયો હતો. નિફટી ટ્રેડિંગ દરમિયાન 15,800 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

આજે સેન્સેક્સે 150 પોઇન્ટની જોરદાર શરૂઆત આપી છે. પ્રારંભિક સત્રમાં વરુણ બેવરેજીસનો સ્ટોક 17% વધ્યો તો અદાણી પાવર 6% ઉછળ્યો છે. આજે બજારને રિયલ્ટી, મીડિયા અને મેટલ શેરોમાં ખરીદીથી ટેકો મળી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ52,152.55 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,708.65 સુધી ઉપલું સ્તર દર્જ કરાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી જોવા મળી રહી છે.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારા વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.05 ટકા મામૂલી ઉછાળાની સાથે 34,819.40 ના સ્તર પર દેખાયો હતો.

આજના શરૂઆંટી સત્રમાં ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વધારાની સ્થિતિ જોવાને મળી છે. કરો એક નજર શરૂઆતી કારોબારના Gainers અને Losers ઉપર

દિગ્ગજ શેર વધારો : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા કંઝ્યુમર, શ્રી સિમેન્ટ, વિપ્રો, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રા ઘટાડો : ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને બ્રિટાનિયા

મિડકેપ શેર વધારો : અદાણી પાવર, સેલ, મેક્સ ફાઈનાન્શિયલ, આદિત્ય બિરલા ફેશન અને સીજી કંઝ્યુમર ઘટાડો : ક્રિસિલ, પીએન્ડજી, ઑયલ ઈન્ડિયા, ભારત ફોર્જ અને નિપ્પોન

સ્મૉલકેપ શેર વધારો : વરૂણ બેવરેજિસ, દ્વારિકેશ શુગર, એક્સિકેડ્સ ટેક્નોલૉજી, ઉત્તમ શુગર અને બીએફ યુટિલિટીઝ ઘટાડો : તેજસ નેટવર્ક, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, એસેલિયા કાલે, ઈન્દ્રપ્રસ્થ અને 63 મૂનસ ટેક

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">