Share Market : બજારમાં તેજી યથાવત રહી, ઉતાર -ચઢાવના અંતે SENSEX 49,765 પર બંધ થયો
ઉતાર ચઢાવના અંતે આજે ભારતીય શેરબજાર(Share Market) સપ્તાહ દરમ્યાન તેજીના સિલસિલાને યથાવત રાખ્યો હતો.
ઉતાર ચઢાવના અંતે આજે ભારતીય શેરબજાર(Share Market) સપ્તાહ દરમ્યાન તેજીના સિલસિલાને યથાવત રાખ્યો હતો. આજ સત્રના અંતે બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14894 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49765 પર બંધ થયું હતું. આજના કારોબાર દરમ્યાન નિફ્ટી 15,044.35 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,375.77 સુધી ઉપલું સ્તર દર્જ કર્યું હતું.
ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર સૂચકઆંક વૃદ્ધિ સેન્સેક્સ 49,765.94 +32.10 (0.065%) નિફટી 14,894.90 +30.35 (0.20%)
આજે સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જયારે મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટીને 20,455.35 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકાની મજબૂતીની સાથે 21,687.33 પર બંધ થયા છે. આજે મેટલ શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો
આજે સવારે સેન્સેક્સ 360.02 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો અને નિફ્ટીએ 114.45 પોઇન્ટ વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. બુધવારે શેરબજાર નોંધપાત્ર વધારા સાથે બંધ રહ્યો હતું. બુધવારે સેન્સેક્સ 789.70 પોઇન્ટ વધીને 49,733.84 પોઇન્ટ અને નિફ્ટી 211.50 પોઇન્ટના વધારા સાથે 14,864.55 ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open 50,093.86 High 50,375.77 Low 49,535.98
NIFTY Open 14,979.00 High 15,044.35 Low 14,814.45