Share Market: ઉતાર-ચઢાવના અંતે Sensex 35 અને Nifty 18 અંક વધારા સાથે બંધ થયા, PSU બેંકોના શેરમાં જબરદસ્ત ખરીદારી રહી
મજબૂત ગ્લોબલ સંકેતો સાથે સારી શરૂઆત કરનાર ભારતીય શેરબજાર(share market) ઉતાર-ચઢાવના અંતે વધારા સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14,956 ઊપર બંધ થયા,
મજબૂત ગ્લોબલ સંકેતો સાથે સારી શરૂઆત કરનાર ભારતીય શેરબજાર(share market) ઉતાર-ચઢાવના અંતે વધારા સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14,956 ઊપર બંધ થયા, જ્યારે સેન્સેક્સે 50,441.07 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 15,111.15 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,985.77 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.
આજના કારોબાર દરમ્યાન સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30 ટકા વધીને 20,649.44ના સ્તર પર બંધ થયા છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.63 ટકાની મજબૂતીની સાથે 21,067.20 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.14 ટકાના વધારાની સાથે 35,275.75ના સ્તર પર બંધ થયા છે.
આજના કારોબારમાં સેન્સેક્સ આજે 35.75 અંક વધીને 50,441 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ નજીવા વધારા સાથે 14,950 પર બંધ રહ્યો હતો. બીએસઈ સવારે એક સમયે 500થી વધુ પોઈન્ટ વધ્યો હતો, પરંતુ બપોરે ઘટ્યો હતો. આજે પ્રમુખ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 4% અને ઓએનજીસીના શેરમાં 3%નો વધારો જોવા મળ્યો છે.
જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં આજે સારો વધારો થયો છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકના શેરમાં 10%, બેંક ઓફ મહારાષ્ટ્રના શેરમાં 9.82%, બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં 6% અને સેન્ટ્રલ બેંકના શેરમાં 4.80%નો વધારો જોવા મળ્યો છે. એસબીઆઈના શેરમાં 1.55%, કેનેરા બેન્કના શેરમાં 1%નો વધારો થયો છે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંકના શેર પણ આજે વૃદ્ધિ સાથે બંધ રહ્યા છે.
ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર સૂચકઆંક વૃદ્ધિ સેન્સેક્સ 50,441.07 +35.75 (0.071%) નિફટી 14,956.20 +18.10 (0.12%)
શેરબજારમાં આજનો ઉતાર – ચઢાવ આ મુજબ રહ્યો હતો. SENSEX Open 50,654.02 High 50,985.77 Low 50,318.26
NIFTY Open 15,002.45 High 15,111.15 Low 14,919.90