Share Market : વેચવાલીના પગલે SENSEX 465 અને NIFTY 137 અંક સરક્યો

આજે મુજબૂત શરૂઆત છતાં ભારતીય શેરબજાર(Share Market) ઘટાડા સાથે બંધ થયા હતા.

Share Market : વેચવાલીના પગલે  SENSEX  465 અને NIFTY 137 અંક સરક્યો
STOCK MARKET
Follow Us:
| Updated on: May 04, 2021 | 4:34 PM

આજે મુજબૂત શરૂઆત છતાં ભારતીય શેરબજાર(Share Market) ઘટાડા સાથે બંધ થયા હતા. મે મહિનાના પ્રથમ સપ્તાહના બીજા કારોબારના દિવસે સેન્સેક્સ 163.11 પોઇન્ટ અને નિફ્ટી 53.1 પોઇન્ટ વૃદ્ધિ સાથે ખુલ્યા હતા. જો કે કારોબારના અડધા કલાકમાં સેન્સેક્સ 196.67 પોઇન્ટ અને નિફ્ટી 54 પોઇન્ટ પર લપસી ગયા હતા.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર          સૂચકઆંક              ઘટાડો સેન્સેક્સ     48,253.51    −465.01 (0.95%) નિફટી       14,496.50      −137.65 (0.94%)

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 14500 ની નીચે સરક્યો છે અને સેન્સેક્સ 48253.51 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 465 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 137 અંકોનો ઘટાડો નોંધાયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકા ઘટીને બંધ થયા છે.બેન્ક નિફ્ટી 0.60 ટકાના ઘટાડાની સાથે 32,270.35 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર -ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open   48,881.63 High   48,996.53 Low   48,149.45

NIFTY Open    14,687.25 High    14,723.40 Low      14,461.50

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">