Share Market : બજારની તેજી ની રફ્તાર પર લાગી બ્રેક , SENSEX 49,229 સુધી સરક્યો

ભારતીય શેર બજાર(Share Market)માં પ્રારંભિક કારોબારમાં નરમાશ દેખાઈ રહી છે. આ અગાઉ સપ્તાહના સતત ૪ દિવસ બજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી.

Share Market : બજારની તેજી ની રફ્તાર પર લાગી બ્રેક , SENSEX 49,229 સુધી સરક્યો
પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 10:01 AM

ભારતીય શેર બજાર(Share Market)માં પ્રારંભિક કારોબારમાં નરમાશ દેખાઈ રહી છે. આ અગાઉ સપ્તાહના સતત ૪ દિવસ બજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી.આજે બંને મુખ ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી ૦૫ ટકા આસપાસ ઘટાડો સૂચવી રહ્યા છે.

પ્રારંભિક સ્તરમાં શેરબજારની સ્થિતિ – સવારે ૯.૫૨ વાગે બજાર          સૂચકઆંક         ઘટાડો સેન્સેક્સ      49,491.68     −274.26 (0.55%) નિફટી        14,827.45      −67.45 (0.45%)

ગઈકાલે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ઉતાર – ચઢાવના અંતે ગ્રીનઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ 32 અંક વધીને 49,766 પોઇન્ટ બંધ થયા હતા જ્યારે નિફ્ટી 30.35 પોઇન્ટના ઉછાળા સાથે 14,895 પોઇન્ટની સપાટીએ કારોબાર સમાપ્ત થયો હતો. યુએસ ફેડ રિઝર્વના વ્યાજ દરને નીચા સ્તરે રાખવાના નિર્ણયને સ્થાનિક બજારને ટેકો આપ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આજના કારોબારી સત્ર દરમ્યાન ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,229 જ્યારે નિફ્ટીએ 14,730 સુધી ગોથા લગાવ્યા હતા. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 0.91 ટકા અને નિફ્ટીમાં 0.75 ટકાથી ઘટાડા સુધી નબળાઈ જોવા મળી હતી.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.61 ટકાની નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.45 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.54 ટકાના ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

આજના શરૂઆતી ટ્રેડિંગમાં આ મુજબ ઉતાર – ચઢવ નજરે પડ્યો હતો. SENSEX Open   49,360.89 High   49,528.35 Low    49,229.51

NIFTY Open    14,747.35 High    14,855.45 Low     14,730.75

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">