Share Market : કડાકા બાદ રિકવરી થઇ, Sensex 366 અને Nifty 128 અંક વધારા સાથે બંધ થયા

સેન્સેક્સ આજે પહેલી જ મિનિટમાં 1000 પોઈન્ટ તૂટી ગયો હતો. જોકે બાદમાં રિકવરી શરૂ થઈ હતી.

Share Market : કડાકા બાદ રિકવરી થઇ, Sensex 366 અને Nifty 128 અંક વધારા  સાથે બંધ થયા
શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:18 PM

શેરબજાર(Share Market)માં સતત 5 દિવસના ઘટાડા ઉપર બ્રેકે લાગી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ(Sensex) 366 પોઈન્ટ અથવા 0.64% વધીને 57,858 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 0.75% ટકા મુજબ 128 પોઈન્ટ વધારા બાદ 17,277 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી એક્સિસ બેન્કના શેરમાં 6.76% અને મારુતિના શેરમાં 6.88%નો વધારો થયો છે.

શેરબજારની  છેલ્લી સ્થિતિ 
SENSEX 57,858.15 366.64 0.64%
NIFTY 17,277.95 128.85 0.75%
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સેન્સેક્સ આજે પહેલી જ મિનિટમાં 1000 પોઈન્ટ તૂટી ગયો હતો. જોકે બાદમાં રિકવરી શરૂ થઈ હતી. રોકાણકારોને પ્રથમ મિનિટમાં 4.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. SBI, એરટેલ 1.48%, ટાટા સ્ટીલ, IndusInd અને Powergrid ટોપ ગેઈનર્સ હતા. સનફાર્મા સાથે રેડ્ડી, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે અને ICICI બેન્કના શેર્સ પણ વધ્યા હતા. બીજી તરફ ડૉ. વિપ્રો, બજાજ ફિનસર્વ, ટાઇટન, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા જેવા મુખ્ય શેરો ઘટ્યા હતા.

આજના કારોબારમાં આ 5 શેર્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો

Company Prev Close (Rs) Current Price (Rs) % Loss
Lux Industries 3,510.35 2,808.45 -20
IndiaMART InterMESH 5,842.60 5,001.55 -14.4
APL Apollo Tubes 938.3 861.95 -8.14
Shri Keshav Cements 58 53.45 -7.84
Samrat Pharma 459.45 425.55 -7.38

માર્કેટ કેપ 262.77 લાખ કરોડ

ગઈકાલે માર્કેટ કેપ રૂ. 260.44 લાખ કરોડ હતું જે આજે રૂ. 262.77 લાખ કરોડ પર બંધ થયું છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ આજે 333 પોઈન્ટ ઘટીને 57,158 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 57,966 ની ઊંચી અને 56,409 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર વધ્યા હતા અને અન્ય 18 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

આજના કારોબારમાં આ 5 શેર્સમાં સૌથી વધુ લાભમાં રહ્યા

Company Prev Close (Rs) Current Price (Rs) % GAIN 
Vanta Bioscience 121 145.2 20
Ambica Agarbathi 28.75 34.5 20
Salona Cotspin L 275.9 331.05 19.99
Sharda Cropchem 438.2 525.8 19.99
Punj. Alkalie 293.1 346.15 18.1

460 સ્ટોકમાં લોઅર સર્કિટ નોંધાઈ

સેન્સેક્સના 460 શેર લોઅર અને 258 ઉપલી સર્કિટમાં બંધ થયા હતા. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ચોક્કસ મર્યાદાથી આગળ ન તો પડી શકે છે અને ન તો વધી શકે છે. દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 128 પોઈન્ટ વધીને 17,277 પર બંધ થયો હતો.

નિફ્ટી 17,001 પર ખુલ્યો હતો. તે 17,309ની દિવસની ઊંચી અને 16,836ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તેના 50 શેરમાંથી 36 ઉપર અને 14 ઘટાડામાં રહ્યા હતા. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 1,545 પોઈન્ટ અથવા 2.62% ઘટીને 57,491 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 468 પોઈન્ટ 2.66% અથવા ઘટીને 17,149 પર બંધ થયો હતો.

SENSEX  TOP GAINERS

Company Name High Low Last Price Prev Close Change % Gain
Maruti Suzuki 8,661.60 7,900.00 8,600.60 8,047.30 553.3 6.88
Axis Bank 754.95 708.6 751.95 704.35 47.6 6.76
SBI 517.55 489.45 514.85 494.1 20.75 4.2
IndusInd Bank 886.9 842.55 882.75 849.85 32.9 3.87
Bharti Airtel 720.15 684 711.9 689.6 22.3 3.23

SENSEX  TOP LOSERS

Company Name High Low Last Price Prev Close Change % Loss
Wipro 572.3 551 562.85 572.85 -10 -1.75
Bajaj Finserv 15,682.90 15,250.00 15,526.35 15,707.95 -181.6 -1.16
Titan Company 2,407.05 2,332.40 2,379.40 2,402.95 -23.55 -0.98
Infosys 1,739.95 1,700.55 1,722.10 1,736.90 -14.8 -0.85
Tech Mahindra 1,527.95 1,464.00 1,500.00 1,512.15 -12.15 -0.8

આ પણ વાંચો : Gold Price Today : અમદાવાદમાં સોનાનો ભાવ રૂપિયા 50500 ને પાર પહોંચ્યો, જાણો DUBAI સહીત દેશ વિદેશમાં 1 તોલા સોનાની કિંમત શું છે?

આ પણ વાંચો :  બજેટ 2022: બજેટ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયા કેમ ગુપ્ત રખાય છે અને આ પ્રથા ક્યારે શરૂ થઈ? જાણવા માટે આ વીડિઓ જુઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">