Share Market : ગઈકાલના ઘટાડા બાદ આજે રિકવરી દેખાઈ, SENSEX 660 અંક વધ્યો

સોમવારના ભારે ઘટાડા બાદ શેરબજાર(Share Market) આજે મંગળવારે સારી તેજી દર્જ કરી બંધ થયું હતું.

Share Market : ગઈકાલના ઘટાડા બાદ આજે રિકવરી દેખાઈ, SENSEX 660 અંક વધ્યો
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 5:00 PM

સોમવારના ભારે ઘટાડા બાદ શેરબજાર(Share Market) આજે મંગળવારે સારી તેજી દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 660 અંક વધીને 48,544 પર અને નિફ્ટી 194 પોઇન્ટના વધારા સાથે 14,504 ના સ્તર પર નોંધાયા હતા.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

Market SENSEX NIFTY
Index 48,544.06 14,504.80
GAIN +660.68 (1.38%) +194.00 (1.36%)

BSE ના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સના 30 શેરોમાં 22 શેરો વધ્યા હતા. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 8% નો વધારો નોંધાયા બાદ તે બંધ થયો હતો. આ અગાઉ સોમવારે કોરોના અને લોકડાઉનને કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1707 પોઇન્ટ ઘટીને 47,883 ની સપાટીએ બંધ રહ્યો હતો તો નિફ્ટી પણ 524 અંક ઘટીને 14,310 ની સપાટીએ બંધ રહ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આજે રોકાણકારોએ ઓટો ક્ષેત્રમાં સૌથી વધુ ખરીદી કરી છે. NSE પર ઈન્ડેક્સ 8.8% વધીને 9818 બંધ રહ્યો છે. બેંકિંગ અને મેટલ શેરો પણ સારા ખરીદ્યા હતા. NSE પર બંને ઇન્ડેક્સમાં 3% નો વધારો થયો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ લગભગ એક હજાર પોઇન્ટ વધીને 31,771 ની સપાટીએ બંધ રહ્યો છે.

આજે BSE માં 3046 શેરમાં કારોબાર થયો હતો જેમાં 1936 શેર વધ્યા છે અને 928 શેર ઘટાડો દર્જ કરી બંધ થયા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ ગઈકાલે રૂ 200.85 લાખ કરોડ હતી જે વધીને રૂ 203.09 લાખ કરોડ થઈ છે.

સોમવારના ભારે ઘટાડા બાદ શેરબજાર(Share Market) આજે મંગળવારે સારી તેજી દર્જ કરી બંધ થયું હતું.

SENSEX NIFTY
Open 47,991.53 Open 14,364.90
High 48,627.43 High 14,528.90
Low 47,775.32 Low 14,274.90

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">